KRK Says Siddharth Shukla's family members kept refusing to show the face: ટીવી ઈંડસ્ટ્રીના જાણીતા અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) નુ 2 સપ્ટેમ્બરના રોજ નિધન થઈ ગયુ. રિપોર્ટ્સમાં બતાવ્યુ છે કે તેમનુ મોત હાર્ટ એટેકથી થયુ છે. સિદ્ધાર્થ શુક્લાના મોતથી ટીવી ઈંડસ્ટ્રીને મોટુ નુકશાન થયુ છે, જેની ભરપાઈ કરવી સહેલી નથી. 3 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારે સિદ્ધાર્થ શુક્લાનુ મુંબઈના સ્મશાન ઘાટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. આવામાં સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર અને તેની મોત સાથે જોડાયેલા અનેક રહસ્ય જાણીતા ફિલ્મ નિર્માતા અને ક્રિટિક કેઆરકે (KRK) એ ખોલ્યા છે. તેમણે એક વીડિયો શેયર કર્યો છે અને બતાવ્યુ કે તેમના અનેક મિત્ર અને પરિવારના લોકો અંતિમ સમયે સિદ્ધાર્થ શુક્લાનો ચેહરો જોવા માંગતા હતા પણ અભિનેતાની ફેમિલીએ તેમનો ચેહરો કોઈને ન જોવા મળ્યો.
KRK એ આ વીડિયોમાં જણાવ્યું હતું કે સિદ્ધાર્થ શુક્લાની મા પોતાના પુત્રના મોત પર વધારે રડી નહી કારણ કે તેને ક્યાંક ખાતરી હતી કે આવું જ થવાનું છે. સિદ્ધાર્થ શુક્લની માતા ખૂબ જ વધુ આધ્યાત્મિક છે. KRK એ વીડિયોમાં કહ્યું, 'જ્યારે સિદ્ધાર્થનો મૃતદેહને કૂપર હોસ્પિટલમાંથી ઘરે અને સ્મશાનમાં લઈ જવામાં આવ્યો તો તેમનો ચેહરો કોઈને ન બતાવાયો. તેમના જે બિગ બોસની સાથે હતા અને ખૂબ જ ક્લોઝ મિત્ર હતા, તેમણે ખૂબ રિકવેસ્ટ કરી હતી કે અમને એકવાર સિદ્ધાર્થ શુક્લાનો ચેહરો જોવા દો. પણ ઘરના લોકોએ ના પાડી દીધી અને કહ્યુ કે તેઓ સિદ્ધાર્થને નથી જોઈ શકતા. બહાનું એ બનાવવામાં આવ્યું હતું કે કોઈ પણ સિદ્ધાર્થ શુક્લના ચહેરાનો ફોટો પાડી લેશે જ્યારે બધાએ વારંવાર કહ્યું કે અમારી પાસે કેમેરા નથી. અમે અહી એટલા માટે આવ્યા છીએ જેથી સિદ્ધાર્થને છેલ્લી વાર જોઈ શકીએ વારેઘડીએ રિકવેસ્ટ કર્યા પછી પણ પરિવારે તેમનો ચેહરો ન જોવા દીધો.