Ramadan 2024: આ વર્ષે 11 માર્ચથી રમઝાન મહિનાની શરૂઆત થઈ ચુકી છે. ઈસ્લામ ધર્મમાં રમઝાનને બધા મહિનાઓમાં સૌથી પવિત્ર અને ઈબાદતનો મહિનો માનવામાં આવે છે. શાબાન એટલે કે ઈસ્લામિક કેલેંડરનો આઠમો મહિના પછી રમજાનની શરૂઆત થાય છે. રમજાનના આખા મહિનામાં મુસલમાન રોજા રાખે છે. આમ તો ઈસ્લામમાં રોજા રાખવાની પરંપરા ખૂબ જૂની છે અને વર્ષોથી લોકો રોજા રાખતા આવી રહ્યા છે. પણ રમજાનના મહિનામાં રોજા રાખવાની પરંપરાની શરૂઆત કેવી રીતે અને ક્યારે થઈ. આવો જાણીએ આ વિશે વિસ્તારથી..
કેવી રીતે થઈ રમજાનમાં રોજા રાખવાની શરૂઆત
રમજાન શબ્દની ઉત્પત્તિ અરબીના અર-રમદ કે રમિદા દ્વારા થઈ છે. તેનો મતલબ હોય છે કડકડતી ગરમી. રોજા ઈસ્લામના 5 મૂળ સ્તંભોમાંથી એક છે. તેથી બધા મુસલમાનો માટે રોજા રાખવા ફર્જ હોય છે. એવુ માનવામાં આવે છે કે માહ-એ-રમજાનમાં જ પૈગંબર મુહમ્મદ સાહેબને મુસલમાનોના પવિત્ર ધાર્મિક કુરઆનનુ જ્ઞાન પ્રાપ્ત થયુ હતુ. બધા મુસલમાનોને ઈસ્લામના ફર્જોનુ પાલન કરવુ જરૂરી હોય છે અને તેથી રોજા રાખવા પણ અનિવાર્ય છે. જો કે ખૂબ નાના બાળકો, વૃદ્ધ,ગંભીર બીમારી, માસિક કે અન્ય સમસ્યાઓમાં રોજા ન રાખવાની છૂટ આપવામાં આવી છે.
ઈસ્લામમાં રોજા રાખવાની પરંપરા ખૂબ જૂની છે. સૌથી પહેલા મક્કા-મદીનામાં કેટલીક વિશેષ તારીખો પર રોજા રાખવામાં આવે છે. પણ આ રોજા એક મહિનો નહી પણ આંશિક રૂપમાં રાખવામાં આવે છે. કારણ કે ત્યારે ઈસ્લામમાં રોજા ફર્જ નહોતા. આવામાં કોઈ આશૂરા રોજા રાખતુ હતુ તો કોઈ ચંદ્ર મહિનાની 13, 14 અને 15 તારીખે રોજા રાખતા હતા. પછી પૈગંબર મોહમ્મદના મક્કા-મદીના ગયા પછી વર્ષ 624માં કુરાનની આયત દ્વારા રોજાને ફર્જમાં સામેલ કરવામાં આવ્યા અને આ રીતે રમજાનના મહિનામાં રોજા રાખવા મુસલમાનો માટે અનિવાર્ય થઈ ગયા. ઉલ્લેખનીય છે કે પૈગંવર મુહમ્મદને અલ્લાહનો દૂજ માનવામાં આવે છે.