Gujarat Navratri 2022: ગુજરાતમાં ક્યારે છે નવરાત્રિ, ક્યા રહે છે તેની જોરદાર ધૂમ, આ જીલ્લામાં દૂર દૂરથી ગરબા જોવા આવે છે લોકો

Webdunia
બુધવાર, 14 સપ્ટેમ્બર 2022 (16:47 IST)
Gujarat Tourisam
દેશમાં ક્યાંય પણ નવરાત્રી સૌથી સુંદર રીતે ઉજવાતી હોય તો તે ગુજરાત છે. ગુજરાતમાં નવરાત્રી ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રી એ ગુજરાતના મુખ્ય તહેવારોમાંનો એક છે. નવરાત્રિ, જેનો અર્થ થાય છે 'નવ રાત્રિ', ભારતના ઘણા ભાગોમાં સૌથી વધુ લોકપ્રિય અને વ્યાપકપણે ઉજવાતા હિન્દુ તહેવારોમાંનો એક છે. જો કે, ગુજરાતમાં નવરાત્રિ નિમિત્તે નવ રાત સુધી સુંદર નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
 
નવરાત્રિની નવ રાતને પણ ત્રણ ભાગમાં વહેંચી છે. પહેલી દુર્ગા માટે છે. એ દેવી જેણે રાક્ષસ મહિષાસુર દ્વારા પ્રતિનિધિત્વ કરવામા આવેલ એક ખરાબ શ ક્તિને નષ્ટ કરી દીધી અને જે માનવ અશુદ્ધિઓને નષ્ટ કરી દે છે.  બીજો છે સમૃદ્ધિની દેવી લક્ષ્મી માટે, ત્રીજુ જ્ઞાન અને કલાની દેવી સરસ્વતી માટે છે. 
 
પૂજા પછી મોટા મોટા ઓરકેસ્ટ્રાનુ આયોજન હોય છે અને તેમના મ્યુઝિકના તાલે લોકો મોડી રાત સુધી ગરબામાં ઝૂમે છે. 
 
નવરાત્રિના દસમાં દિવસે દશેરા હોય છે.  જેને દક્ષિણ ભારતમાં વિજયાદશમીના રૂપમાં પણ ઉજવાય છે. ગુજરાતમાં આ દિવસે ફાફડા જલેબી ખાવાનુ ચલણ છે. 
 
ગુજરાતમાં નવરાત્રી ક્યારે છે: નવરાત્રી એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે જે નવ રાત સુધી ઉજવવામાં આવે છે. નવરાત્રિ હિન્દુ મહિના અશ્વિનના ઉજ્જવળ પખવાડિયાના પ્રથમ દિવસે શરૂ થાય છે, જે લગભગ સપ્ટેમ્બર/ઓક્ટોબરમાં ગ્રેગોરિયન કેલેન્ડરમાં તારીખોને અનુરૂપ છે. તે સામાન્ય રીતે વરસાદની મોસમના અંત સાથે પણ એકરુપ હોય છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 26 સપ્ટેમ્બરથી નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે 5મી ઓક્ટોબર સુધી ચાલશે
 
ગુજરાતમાં નવરાત્રિનું આયોજન ક્યાં થાય છેઃ ગુજરાતની આસપાસના ગામો અને વિસ્તારોમાં રાત્રે ગરબા નૃત્ય કરવામાં આવે છે. ગુજરાતમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગુજરાતમાં નવરાત્રિના અવસર પર તમે જ્યાં પણ જશો, તમને દરેક જગ્યાએ ગરબા સંગીત સાંભળવા મળશે. વડોદરાને ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની ગણવામાં આવે છે, અને તે નવરાત્રિની ઉજવણી માટે સૌથી વધુ લોકપ્રિય સ્થળ છે. જો તમે ગુજરાતમાં હોય તો નવરાત્રિની મજા માણવા વડોદરા અવશ્ય જાવ.
 
ગુજરાતમાં ક્યા ક્યા થાય છે આયોજન - ગુજરાતમાં નવરાત્રિના અવસર પર ચારે બાજુ તેની ધૂમ હોય છે. આ તહેવાર દરમિયાન ધાર્મિક તીર્થયાત્રા મુખ્ય રૂપથી શક્તિ પીઠોમાં કેન્દ્રિત હોય છે. તેનુ આયોજન મુખ્ય રૂપથી મહેસાણાની પાસે અંબાજી, પાવાગઢ અને બહુચરાજી, કચ્છમાં આશાપુરા માતાનો મઠ, ભાવનગર પાસે ખોડિયાર મંદિર અને અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય રાજમાર્ગ પર ચોટિલામાં ચામુડા માતાના મંદિર જેવા મંદિરોમાં તેનુ આયોજન થાય છે. 
 

સંબંધિત સમાચાર

Next Article