Shardiya Navratri 2022: શારદીય નવરાત્રીમાં હાથી પર સવાર થઈને આવી રહી છે માતા દુર્ગા, તબાહી આવશે કે સુખ-સમૃદ્ધિ

બુધવાર, 14 સપ્ટેમ્બર 2022 (17:29 IST)
Ghatasthapana 2022 Shubh Muhurat: અશ્વિન મહીનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી 9 દિવસની નવરાત્રી શરૂ થાય છે. આ વર્ષે 26 સેપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે. અસ્જ્વિન મહીનાની નવરાત્રિ કહે છે. આ વર્ષે માતા દુર્ગાનો આગમન હાથીની સવારી પર થઈ રહ્યો છે. 
 
હાથી પર સવાર થઈને આવશે માતા દુર્ગા 
આ વર્ષે શારદીય નવરાત્રિ ખૂબ ખાઅ છે. માતા દુર્ગાનો આગમન આ વર્ષે હાથી પર થઈ રહ્યો છે. જ્યારે નવરાત્રી સોમવારથી શરૂ થાય છે તો માતા દુર્ગાનો આગમન હાથી પર થાય છે. માતા દુર્ગાનો હાથી પર સવાર થઈને આવવા ખૂબ શુભ ગણાય છે. માતા દુર્ગાની આ સવારી અપાર સુખ-સમૃદ્ધિ લઈને આવે છે. તેનાથી શાંતિ અને સુખનો વાતાવરણ બને છે. આ હિસાબે આ નવરાત્રિ દેશ અને દેશવાસીઓ માટે ખૂબ શુભ સિદ્ધ થશે. 
 
શારદીય નવરાત્રી 2022 ઘટ સ્થાપના
શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 5 ઓક્ટોબર સુધી ચાલશે. પ્રતિપદા તિથિ 26 સપ્ટેમ્બરની સવારે 03:24 થી 27 સપ્ટેમ્બરની સવારે 03:08 સુધી રહેશે. દરમિયાન ઘટસ્થાપન મુહૂર્ત 26 સપ્ટેમ્બરે સવારે 06:20 થી 10:19 સુધી રહેશે. બીજી તરફ, અભિજિત મુહૂર્ત 26 સપ્ટેમ્બરના રોજ સવારે 11:54 થી બપોરે 12:42 સુધી રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર