Haryana: મેવાતમાં દર્દનાક દુર્ઘટના ! માટી ઢસડી જવાથી 4 છોકરીઓના મોત, 1ની સ્થિતિ ગંભીર

Webdunia
મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (11:21 IST)
હરિયાણા (Haryana)ના મેવાત(Mewat)જીલ્લામાં મંગળવારે એક ભીષણ દર્દનાક દુર્ઘટનામાં માટી ઢસડવાથી 4 લોકોના દર્દનાક મોત થઈ ગયા. આ દુર્ઘટનામાં 4 બાળકીઓના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા. મીડિયા રિપોર્ટ્સમાંથી મળતી માહિતી મુજબ આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે છોકરીઓ માટી લેવા ગઈ હતી. ઘટના પછી ઘટનાસ્થળ પર બુમરાણ મચી ગઈ. લોકોની ભીડ જમા થઈ ગઈ. આ દરમિયાન સ્થાનીક લોકો ભાગીને ત્યા પહોંચ્યા અને યુવતીઓને બચવવાની કોશિશ કરી પણ ત્યા સુધી ખૂબ મોડુ થઈ ગયુ હતુ. બીજી બાજુ આ અકસ્માતની માહિતી મળતા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી  ગઈ અને ડેડબોડીને બહાર કાઢવામાં આવી. 
 
 
ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં મેવાત જીલ્લામાં તાવડૂના કાંગરકા ગામમાં થયો છે. સમાચાર મુજબ આ દુર્ઘતના એ સમયે થઈ જ્યારે સોમવારે સાંજે વકીલા  (19), જનિસ્તા (18), તસ્લીમા (10), ગુલઅફશા (9), સોફિયા (9) એક સાથે ગામમાં જ પંચાયતી સ્થાન પરથી માટી લેવા ગઈ હતી. ત્યારે અચાનક માટી ઢસડી જવાથી આ દુર્ઘટના થઈ. આ દુર્ઘટનામાં 4 યુવતીઓના મોત થયા. જ્યારે કે એક યુવતી સોફિયાની બૂમો સાંભળીને ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં ગામના લોકો ભેગા થઈ ગયા. જેમણે દબાયેલી છોકરીઓને બચાવવાની કોશિશ કરી.  ઘણી મહેનત પછી ચારેય છોકરીઓને બહાર કાઢી પણ ત્યા સુધી તેમાથી ચાર યુવતીઓના મોત થઈ ચુક્યા હતા. બીજી બાજુ સોફિયાને ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જ્યા ઘટના પછી દોડધામ મચી ગઈ તો  બીજી બાજુ માહિતી મળતા જ છોકરીઓનો પરિવાર પણ ઘટના સ્થળ પર પહોંચી ગયો. તેમણે તરત જ પોલીસને સૂચના આપી. 

સંબંધિત સમાચાર

Next Article