દિલ્હીના પ્રેમ નગરમાં દુખદ અકસ્માત, ઘરમાં આગ લાગવાને કારણે એક જ પરિવારના ચાર લોકોના મોત થયા.

Webdunia
મંગળવાર, 25 જૂન 2024 (09:30 IST)
Prem Nagar Fire: દિલ્હીના પ્રેમ નગરમાં એક મકાનમાં લાગેલી આગમાં ચાર લોકોના કરૂણ મોત થયા છે. આગ રાત્રે સાડા ત્રણ વાગ્યાના સુમારે લાગી હતી. ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી, આગ પર કાબૂ મેળવ્યો અને 4 લોકોને બચાવ્યા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
 
આગ પહેલા માળના સોફા અને ઇન્વર્ટરમાં લાગી હતી, ત્યારબાદ તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
 
મૃતકોની ઓળખ હીરા સિંહ (48 વર્ષ), નીતુ સિંહ (46 વર્ષ), રોબિન (22 વર્ષ), લક્ષ્ય (21 વર્ષ) તરીકે થઈ છે, આ બધા એક જ પરિવારના હતા.

સંબંધિત સમાચાર

Next Article