18મી લોકસભાનું પહેલું સત્ર, પીએમ મોદીએ કહ્યું 'ત્રીજીવાર મોકો આપ્યો છે, જવાબદારી પણ ત્રણ ગણી

સોમવાર, 24 જૂન 2024 (17:09 IST)
લોકસભાની ચૂંટણી બાદ આજથી સંસદનું પહેલું સત્ર શરૂ થઈ રહ્યું છે. સંસદ સત્રમાં સામેલ થતાં પહેલાં વડા પ્રધાન મોદીએ મીડિયા સાથે વાતચીત કરી હતી.
 
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, "વિશ્વની સૌથી મોટી ચૂંટણી એ ખૂબ વિશાળ અને ભવ્ય રીતે યોજાઈને સંપન્ન થઈ છે. ત્યાર બાદ અઢારમી લોકસભાનું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ ચૂંટણી એટલે પણ 
 
મહત્ત્વની હતી, કારણ કે આઝાદી પછી બીજીવાર કોઈ પક્ષને દેશના લોકોએ સતત ત્રીજીવાર સરકાર ચલાવવા આપી છે."
 
તેમણે કહ્યું હતું કે, "દેશની જનતાએ અમને ત્રીજીવાર મોકો આપ્યો છે, તેના કારણે અમારી જવાબદારી પણ ત્રણ ગણી વધી છે."
 
સંસદમાં વિપક્ષી દળોના વિરોધ અને હોબાળાના એંધાણ વચ્ચે વડા પ્રધાને સૂચક નિવેદન કરતાં કહ્યું હતું કે, "સરકાર ચલાવવા માટે બહુમતી જરૂરી છે, પરંતુ દેશ ચલાવવા માટ સહમતી જરૂરી છે. એટલે અમારો 
 
સતત પ્રયાસ રહેશે કે અમે સૌને સાથે લઈને 140 કરોડ દેશવાસીઓની સેવા કરીએ."
 
તેમણે કહ્યું હતું કે, "અમે સૌને સાથે લઈને ચાલવા માંગીએ છીએ અને સૌને સાથે લઈને બંધારણની મર્યાદાઓનું પાલન કરીને નિર્ણયોને ગતિ આપવા માંગીએ છીએ."
 
બીજી તરફ વિપક્ષી દળોના વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિએ પ્રોટેમ સ્પીકર તરીકે ભાજપના સાંસદ ભર્તૃહરિ મહેતાબને શપથ લેવડાવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર