સોલિસિટર જનરલ પદ પરથી રંજીત કુમારનુ રાજીનામુ, પરિવારને આપશે સમય
ભારત સરકારના સોલિસિટર જનરલ રંજીત કુમારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામું આપી દેવા પાછળના કારણ તરીકે વ્યક્તિગત બાબતોને જવાબદાર લેખાવી છે. તેમણે કહ્યું કે કેટલોક સમય તે પોતાના પરિવાર સાથે વિતાવવા ઈચ્છે છે. તેથી રાજીનામું આપી રહ્યાં છે. તેમણે 7મી જૂન 2014ના દિવસે ત્રણ વર્ષ માટે સોલિસિટર જનરલ બનાવવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ જૂનમાં પૂરો થઈ ગયો હતો. પણ આ વર્ષે જૂનમાં બીજો આદેશ ન મળે ત્યાં સુધી તેને વધારી દેવામાં આવ્યો હતો.
મ્યાનમાર લશ્કરે યોજનાબદ્ધ રીતે રોહિંગ્યા મુસ્લિમોને માર્યા હોવાનું એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે તેના નવા હેવાલમાં જણાવ્યું હતું. સાથે જ મ્યાનમાર પર શસ્ત્ર પ્રતિબંધ લાદવા ઉપરાંત કાવતરાખોરો પર કામ ચલાવવા માટે પણ કહેવાયું છે.
ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં થનારા વિધાનસભા ચૂંટણી પહેલા આજે 21 ઓક્ટોબરના રોજ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા પોતાના રહેઠાણ પર એક મહત્વની બેઠક કરવાની છે. આ બેઠકમાં નક્કી કરી શકાય છે કે વર્કિંગ કમિટીની આગામી બેઠક ક્યારે થશે.. એ બેઠકમાં ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની તાજપોશી પણ થઈ શકે છે.
દિવાળી ભેટમાં તમામ જરૂરિયાતવાળાને ભારતનો વીઝા આપવામાં આવશે
સુષ્મા સ્વરાજે દિવાળીના પર્વએ ભેટ આપતાં તમામ જરૂરિયાતવાળાઓને ભારત આવવાના વીઝા આપવામાં આવશે તેમ જણાવ્યું છે. સુષ્મા પાકિસ્તાનના અનેક લોકોને વીઝાની માગ પર પોઝિટિવ જવાબ આપી ચુકી છે.
ભીમજીપુરા પાસે આવેલા ફર્નિચરના ગોડાઉનમાં આગ
નવા વાડજમાં આવેલી ઝુંપડપટ્ટી પાસે આગ લાગી હતી. ભીમજીપુરા પાસે આવેલા ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગતાં આગ આજુબાજુ ફેલાઇ હતી. આગને બુઝાવવા ફાયરબ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આગને પગલે લોકોમાં ભારે દોડધામ મચી હતી. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો.
બ્લુ વ્હેલ પછી હવે પેરેંટ્સના માથાનો દુખાવો બનશે નવી ગેમ.. બાળકો થશે ગાયબ
બ્લુ વ્હેલની જેમ હવે 48 કલાકની ચેલેન્જવાળી ગેમ ફેસબૂક પર વાઈરલ થઈ રહી છે. આ ગેમ બાળકોને કોઈને જાણ કર્યા વગર થોડાક સમય માટે ગાયબ થઈ જવા માટે ઉત્તેજિત કરે છે. આ ગેમમાં બાળકો ગુમ થઈ ગયા હોવાની માહિતી સોશિયલ મીડિયા પર મૂકવાથી તેને ખાસ પોઈન્ટ આપવામાં આવે છે. આમ થવાથી બાળકોના માતા-પિતા અને તેમના મિત્રો ગભરાઈ જાય છે અને તેમને શોધવા માટે હેરાન-પરેશાન થઈ જાય છે.