Ram Mandir: વૈજ્ઞાનિકોએ સફળ પરીક્ષણ પછી આ સ્પષ્ટ કરી દીધુ કે ભગવાન રામલલાનુ તિલક સૂર્યદેવ આ વખતે રામનવમી પર કરશે.

Webdunia
શનિવાર, 13 એપ્રિલ 2024 (12:44 IST)
sri ram tilak
Ayodhya News: રામનવમીના દિવસે એટલે કે 17 એપ્રિલના રોજ વૈજ્ઞાનિક દર્પણ દ્વારા સૂર્યની કિરણને પ્રભુ રામલલાના મસ્તક પર પહોચાડશે. આ દરમિયાન સૂર્યની કિરણ લગભગ 4 મિનિટ સુધી ભગવાન રામલલાના લલાટની શોભા વધારશે.  જેનો શુક્રવારે 12 એપ્રિલના રોજ પૂર્વાભ્યાસ થયો અને પ્રયોગ પૂર્ણ રૂપથી સફળ રહ્યો. 
 
સૂર્યદેવ કરશે પ્રભુ શ્રી રામનુ સૂર્ય તિલક 
વૈજ્ઞાનિકોએ સફળ પરીક્ષણ કર્યા બાદ સ્પષ્ટ કરી દીધુ છે કે ભગવાન રામલલાનુ તિલક સૂર્યદેવ આ વખતની રામનવમી પર કરશે. પહેલા એવુ અનુમાન હતુ કે મંદિર પૂર્ણ થયા પછી જ આ પ્રયોગ સફળ થઈ શકશે પણ વૈજ્ઞાનિકોએ સૂર્યની કિરણને શુક્રવારે પ્રભુ રામલલ્લાના મસ્તક સુધી સફળતાપૂર્વક પહોચાડ્યુ. 

<

Preparations for the Surya Tilak Mahotsav to be held on Ram Navami in Shri Ayodhya Dham have been completed. On April 17, during the Ram Navami festivities, Suryadev (the Sun god) will grace the forehead of Ramlala with tilak for approximately 4 minutes. pic.twitter.com/BTFpr1zxyn

— DD News (@DDNewslive) April 13, 2024 >
 
શ્રીરામ જન્મભૂમિના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે માહિતી આપી કે સૂર્યના તિલકનુ સફળ પરીક્ષણ પુરુ કરી લેવામાં આવ્યુ છે.  વૈજ્ઞાનિકોએ જે રીતે પ્રયાસ કર્યો છે એ ખૂબ જ પ્રશંસનીય અને અદ્દભૂત છે. કારણ કે સૂર્યની કિરણો પ્રભુ રામલલાના બિલકુલ બરાબર કપાળ પર પડી છે. જેવી જ સૂર્યની કિરણો પ્રભુ રામના કપાળ પર પડી, એમ જ ખબર પડી રહી છે કે ભગવાન સૂર્ય ઉદય કરી રહ્યા છે. 
 
તેમને આગળ કહ્યુ કે એટલુ જ નહી, ત્રેતા યુગમાં પણ જ્યારે પ્રભુ રામે અવતાર લીધો હતો ત્યારે એ દરમિયાન સૂર્યદેવ એક મહિના સુધી અયોધ્યામાં રોકાયા હતા. ત્રેતા યુગનુ એ દ્રશ્ય હવે કળયુગમાં પણ સાકાર થઈ રહ્યુ છે.  જ્યારે અમે પ્રભુ રામની આરતી ઉતારી રહ્યા હતા અને સૂર્યદેવ તેમના માથા પર રાજતિલક કરી રહ્યા હતા એ દ્રશ્ય ખૂબ જ અદ્દભૂત દેખાય રહ્યુ હતુ. 

સંબંધિત સમાચાર

Next Article