- સવારની પાળીમાં સવારે 7 થી 11.30 સુધી
- દર્શનનો સમય વધારવાનો નિર્ણય
અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા આવી રહેલા ભક્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસને દર્શનનો સમય વધારવાનો નિર્ણય લીધો છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, મંદિરના દર્શન કરવા માટે લગભગ પાંચ લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યામાં પડાવ નાખી રહ્યા છે અને ભક્તોનું આગમન ચાલુ છે. અયોધ્યા જિલ્લા પ્રશાસને ભક્તોને અપીલ કરી છે કે તેઓ 10-15 દિવસ પછી અયોધ્યા આવે અને રામલલાના દર્શન કરે.