પૂજા અને આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યા
મંદિરના પૂજારીઓના ટ્રેનર આચાર્ય મિથિલેશ નંદિની શરણે મીડિયાને જણાવ્યું કે રામ લલ્લાની અષ્ટ્યમ સેવા અને 24 કલાકમાં 6 વખત આરતી થશે. આરતીમાં હાજરી આપવા ઇચ્છુક ભક્તોને વિશેષ પાસ આપવામાં આવશે. આરતીમાં મંગળા, શ્રૃંગાર, ભોગ, ઉત્થાપન, સંધ્યા, શયન આરતીનો સમાવેશ થશે.
રામલલાના પ્રસાદમાં આ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે
પૂજારીના કહેવા પ્રમાણે રામલલાને પુરી-શાક, રબડી-ખીર ચઢાવવામાં આવી છે. બપોર પછી દર કલાકે તેમને દૂધ, ફળ અને પેડા અર્પણ કરવામાં આવશે. રામલલા સોમવારથી રવિવાર સુધી દરરોજ નવા વસ્ત્રો પહેરશે.
સોમવારે સફેદ વસ્ત્રો, મંગળવારે લાલ વસ્ત્ર, બુધવારે લીલાં વસ્ત્રો અને ગુરુવારે પીળાં વસ્ત્રો ધારણ કરશે. તેઓને શુક્રવારે ક્રીમ, શનિવારે વાદળી અને રવિવારે ગુલાબી પહેરવામાં આવશે. વિશેષ દિવસોમાં રામલલા પિતાંબર વસ્ત્રો પહેરશે.