કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને આરએસએસ અને ભાજપનો કાર્યક્રમ ગણાવ્યો હતો. પાર્ટીએ સત્તાવાર નિવેદન પણ જારી કર્યું છે. કોંગ્રેસે પોતાના નિવેદનમાં કહ્યું કે, ભાજપ અને આરએસએસના નેતાઓ દ્વારા અયોધ્યામાં અધૂરા મંદિરનું ઉદ્ઘાટન સ્પષ્ટ રીતે ચૂંટણી લાભ માટે કરવામાં આવી રહ્યું છે.
બુધવારે કોંગ્રેસના મહાસચિવ-સંચાર જયરામ રમેશે એક નિવેદનમાં કહ્યું કે આપણા દેશમાં લાખો લોકો ભગવાન રામની પૂજા કરે છે. ધર્મ એ અંગત બાબત છે. પરંતુ આરએસએસ અને ભાજપે લાંબા સમયથી અયોધ્યામાં મંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવી રાખ્યું છે. ભાજપ અને આરએસએસના નેતાઓ ચૂંટણીના લાભ માટે અધૂરા મંદિરનું સ્પષ્ટપણે ઉદ્ઘાટન કરી રહ્યા છે.