રાજનાથ બની શકે છે યૂપીના સીએમ

Webdunia
બુધવાર, 15 માર્ચ 2017 (10:57 IST)
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળી ઐતિહાસિક જીત પછી રાજ્યમાં મુખ્યમંત્રીના પસંદગીને લઈને ચાલી રહેલ અટકળોની વચ્ચે રાજનાથ સિંહ સીએમ પદની દોડમાં સૌથી આગળ છે. તેનુ સૌથી મોટુ કારણ છે કે રાજનાથ સિંહ પહેલા પણ યૂપીના મુખ્યમંત્રી રહી ચુક્યા છે અને તેમની પ્રશાસિત અનુભવ પણ વધુ છે. આ ઉપરાંત તેમના નામ પર પાર્ટીમાં કદાચ જ કોઈ એવુ હશે જે સહમત હોય.  સૂત્રોનુ માનીએ તો યૂપીમાં બે ડિપ્ટી સીએમ બનાવી શકાય છે. 
 
મોર્યએ કરી મોદી સાથે મુલાકાત 
 
બીજી બાજુ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કેશવ પ્રસાદ મોર્યએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. એવુ સમજવામાં આવે છે કે મોર્યએ મોદી સાથે મળીને રાજ્યમાં ભાજપા સરકારના મુખ્યમંત્રીના પ્રબળ દાવેદારના રૂપમાં ખુદને રજુ કર્યા. 
 
 
મોર્યના નેતૃત્વમાં પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતીના દલિતો વોટ બેંકમાં ખાતર પાડીને પાર્ટીને જીત આપવવામાં મોટી ભૂમિકા ભજવી છે રાજ્યમાં મુખ્યમંત્રી પદની દોડમાં યોગી આદિત્યનાથ અને સંચાર રાજ્ય મંત્રી મનોહર સિન્હા અને સિદ્ધાર્થનાથ સિંહ સામેલ છે. મોર્ય વિધાનસભા ચૂંટણીમાં થોડાક જ મહિના પહેલા બસપા છોડીને ભાજપામાં સામેલ થયા હતા. ભાજપાએ આ ચૂંટણીમાં સુવર્ણ વોટ બેંક  જ નહી પણ પછાત અને દલિત વોટ બેંકમાં પણ ખાતર પાડીને રાજ્યની રાજનીતિમાં એક નવી રણનીતિ રજુ કરી.  આ દરમિયાન ભાજપા અધ્યક્ષ અમિત શાહે કહ્યુ છે કે રાજ્યના મુખ્યમંત્રી યોગ્યતા આધાર પર બનાવવામાં આવશે. 
Next Article