કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો પાર્ટીનો અધ્યક્ષ બનવાનો રસ્તો લગભગ સંપૂર્ણ રીતે સાફ થઈ ચુક્યો છે. હુલ ગાંધી નામાંકન માટે નીકળ્યા તે પહેલાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને પ્રણવ મુખર્જીને મળવા પહોંચ્યા. રાહુલ આ પદ પર પોતાની માતા સોનિયા ગાંધીની જગ્યા લેશે. સોનિયા ગાંધી છેલ્લાં 19 વર્ષથી કૉંગ્રેસના અધ્યક્ષ છે.
આજે જ નામાંકન પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો. આ દરમ્યાન રાહુલની સાથે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત કેટલાંય કૉંગ્રેસના મોટા નેતા હાજર રહેશે. ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસન વાપસીની રાહ જોઇ રહેલાં કાર્યકર્તાઓમાં વોટિંગથી ઠીક પહેલાં નવો જોશ ભરી શકે છે.
લગભગ બે દાયકા બાદ કૉંગ્રેસ પાર્ટીમાં નવા પાર્ટી અધ્યક્ષ બનશે. સોનિયા ગાંધી 1998થી પાર્ટીની કમાન સંભાળી રહ્યા છે.
પાર્ટીના કેન્દ્રીય ચૂંટણી અધિકારીના પ્રમુખ મુલ્લાપલ્લી રામચંદ્રનના મતે બીજા કોઇએ હજુ સુધી નામાંકન દાખલ કર્યું નથી. ચૂંટણી મેદાનમાં રાહુલ ગાંધી એકમાત્ર ઉમેદવાર રહેવાની સંભાવના છે અને કૉંગ્રેસ અધ્યક્ષના રૂપમાં તેમની પસંદગી માટે તમામ રસ્તા ખુલી ગયા છે.
પાર્ટી સૂત્રોએ કહ્યું કે રાહુલ ગાંધી નામાંકન પત્રના ચાર સેટ દાખલ કરશે. તેમાંથી એકમાં સોનિયા ગાંધી પહેલાં પ્રસ્તાવક હશે. બીજા નામાંકન સેટમાં મનમોહન સિંહ પ્રમુખ પ્રસ્તાવક હશે.
સૂત્રોએ કહ્યું કે સોનિયા ગાંધી અને મનમોહન સિંહ સિવાય ગુલામ નબી આઝાદ, એકે એન્ટની, પી.ચિદમ્બરમ, સુશીલ કુમાર શિંદે, અહેમદ પટેલ, અને પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પ્રસ્તાવકોના રૂપમાં પત્રો પર હસ્તાક્ષર કરશે. સૂત્રોએ કહ્યું કે રાહુલના પક્ષમાં સોમવારના રોજ 75થી વધુ નામાંકન દાખલ થવાની સંભાવના છે