મોદીને ફક્ત મોદીમાં જ રસ છે, વાંચો રાહુલના મોદી પર 10 મોટા હુમલા

Webdunia
સોમવાર, 23 એપ્રિલ 2018 (17:22 IST)
કોંગ્રેસ પાર્ટીએ સોમવારે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ પરથી સંવિધાન બચાવો અભિયાનની શરૂઆત કરી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ કાર્યક્રમને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર સીધો હુમલો બોલ્યો. તેમણે કહ્યુ કે પીએમને દેશની કોઈ સમસ્યામાં રસ નથી. પણ મોદીને મોદીમાં જ રસ  છે.  જાણો રાહુલે મોદી પર કયા દસ હુમલા કર્યા.. 
 
1. આ કાર્યક્રમમાં રાહુલ બોલ્યા કે જે મોદીની વિચારધારા છે તે દેશના દરેક વ્યક્તિએ  સમજવી જોઈએ. રાહુલ બોલ્યા કે દલિતો વિરુદ્ધ અત્યાચાર વધી રહ્યો છે. મોદીના દિલમાં દલિતો માટે કોઈ સ્થાન નથી. 
 
2. દલિતો વિરુદ્ધ અત્યાચાર વધી રહ્યા છે. પણ મોદીજી સતત ચુપ રહ્યા છે. યૂપી ઉના જેવા મામલા સામે આવી રહ્યા છે. કોંગ્રેસે ગુજરાતમાં અવાજ ઉઠાવ્યો ત્યારે ત્રણ દિવસ પછી સ્ટેજ પર મોદીજી આવે છે અને આંસુ નીકળી આવે છે. 
 
3. રાહુલે કહ્યુ કે સરકારે તેમને સંસદમાં બોલવાથી રોક્યા. જો તેઓ રાફેલ અને નીરવ મોદીના મુદ્દા પર જો હુ 15 મિનિટ સંસદમાં બોલૂ તો નરેન્દ્ર મોદીજી ઉભા પણ રહી શકે. 
4. કાર્યક્રમમાં રાહુલ બોલ્યા કે પહેલીવાર સરકાર જ સંસદ ચાલવા દેતી નથી.  રાહુલે કહ્યુ કે મોદીજીએ પોતાના સાંસદો અને ધારાસભ્યોને કહ્યુ કે તમે લોકો મીડિયાને મસાલો આપો છો. રાહુલે વાર કરતા કહ્યુ કે હવે દેશ ફક્ત પ્રધાનમંત્રીના મનની વાત સાંભળશે. 
 
5. રાહુલે કહ્યુ કે નાનકડી બાળકી સાથે રેપ થાય છે પણ બીજેપીના ધારાસભ્ય વિશે પ્રધાનમંત્રીએ કશુ ન કહ્યુ. આજે IMF ચીફે પણ મહિલા સુરક્ષા વિશે કહ્યુ છે. 
 
6. રાહુલે કહ્યુ કે મોદીજી ને ફક્ત મોદીથી મતલબ છે. ભલે દેશમાં કશુ પણ થાય પણ તેઓ બોલતા નથી. અગાઉની ચૂંટણીમાં 15 લાખ રૂપિયા આપવાના વચન આપ્યા અને 2 કરોડ યુવાઓને રોજગાર આપવાની વાત કરી. 
7. રાહુલે કહ્યુ કે પહેલા નારો આપ્યો કે બેટી બચાવો, બેટી પઢાવો અને હવે નવો નારો આપ્યો છે કે બેટી બચાવો.. પણ પુત્રીને બીજેપીથી જ બચાવો. 
 
8. રાહુલે કહ્યુ કે આખી દુનિયામાં મોદીજીએ દેશની છબિને ખતમ કરી નાખી છે. 
 
9. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ભાષણની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પુસ્તક કર્મયોગી-નરેન્દ્ર મોદી ના શબ્દો દ્વારા કરી. રાહુલે  નિશાન સાધતા કહ્યુ કે જે ટૉયલેટને સાફ કરે છે.. જે ગંદકી ઉઠાવે છે.  તેનો શુ અધ્યાત્મ નથી હોતો, જે વાલ્મિકી સમાજ કરે છે. રાહુલે કહ્યુ કે આ આપણા પીએમના વિચાર છે કે વાલ્મિકી સમાજનો વ્યક્તિ પોતાન પેટ માટે નહી પણ અધ્યાત્મ માટે કામ કરે છે. 
 
10. કોંગ્રેસ અધ્યક્ષ બોલ્યા કે અમારી પાર્ટીએ દેશને સંવિધાન આપ્યો અને તેની 70 વર્ષ સુધી રક્ષા પણ કરી. આવનારી ચૂંટણીમાં દેશની જનતા પોતાના મનની વાત જણાવશે.  સુપ્રીમ કોર્ટને કચડવામાં આવી રહી છે. દબાવવામાં આવી રહી છે.  પહેલીવાર ચાર જજ હિન્દુસ્તાનની જનતા પાસે ન્યાય માંગી રહ્યા છે. 

સંબંધિત સમાચાર

Next Article