આજે PM Modi હિમાચલની મુલાકાતે, વંદે ભારત એક્સપ્રેસને આપશે લીલી ઝંડી, મળશે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અને IIIT ની ભેટ

Webdunia
ગુરુવાર, 13 ઑક્ટોબર 2022 (08:38 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13મી ઓક્ટોબરે હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે. ઉનામાં પ્રધાનમંત્રી ઉના હિમાચલ રેલ્વે સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. ત્યારબાદ, એક જાહેર સમારંભમાં, પ્રધાનમંત્રી IIIT ઉનાને રાષ્ટ્રને સમર્પિત કરશે અને ઉનામાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કરશે. તે પછી, ચંબા ખાતે જાહેર સમારંભમાં, પ્રધાનમં બે હાઇડ્રોપાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને હિમાચલ પ્રદેશમાં પ્રધાનમંત્રી ગ્રામ સડકા યોજના (PMGSY)-IIIનું લોકાર્પણ કરશે.
 
ઉનામાં પ્રધાનમંત્રી
આત્મનિર્ભર ભારત માટે પ્રધાનમંત્રીના સ્પષ્ટ આહવાનથી સરકારની વિવિધ નવી પહેલોના સમર્થન દ્વારા દેશ બહુવિધ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતાની પ્રાપ્તિ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. આવું જ એક મુખ્ય ક્ષેત્ર ફાર્માસ્યુટિકલ્સ છે, અને આ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા લાવવા માટે, પ્રધાનમંત્રી ઉના જિલ્લાના હરોલી ખાતે બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કરશે, જે રૂ. 1900 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવશે. આ પાર્ક API આયાત પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. આશરે રૂ. 10,000 કરોડ નું રોકાણ આકર્ષવાની અપેક્ષા છે અને 20,000થી વધુ લોકોને રોજગાર પ્રદાન કરશે. તે પ્રદેશમાં આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ આપશે.
 
પ્રધાનમંત્રી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IIIT) ઉનાને રાષ્ટ્રને સમર્પિત કરશે. 2017માં પ્રધાનમંત્રી દ્વારા તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. હાલમાં આ સંસ્થામાં 530થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
 
પ્રધાનમંત્રી નવી વંદે ભારત એક્સપ્રેસના ઉદઘાટનને પણ લીલી ઝંડી આપશે. અંબ અંદૌરાથી નવી દિલ્હી સુધી દોડતી, તે દેશમાં રજૂ થનારી ચોથી વંદે ભારત ટ્રેન હશે અને તે પહેલાની સરખામણીમાં અદ્યતન સંસ્કરણ છે, જે ઘણી હળવી અને ટૂંકા ગાળામાં વધુ ઝડપે પહોંચવામાં સક્ષમ છે. તે માત્ર 52 સેકન્ડમાં 100 કિમી/કલાકની ઝડપ પકડી લે છે. ટ્રેન શરૂ થવાથી પ્રદેશમાં પ્રવાસનને વેગ મળશે અને મુસાફરીનો આરામદાયક અને ઝડપી મોડ પ્રદાન કરવામાં મદદ મળશે.
 
ચંબામાં પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી બે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ - 48 મેગાવોટ ચાંજુ-III હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને 30 મેગાવોટ દેવથલ ચાંજુ હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ બંને પ્રોજેક્ટ્સ વાર્ષિક 270 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે અને હિમાચલ પ્રદેશને આ પ્રોજેક્ટ્સમાંથી આશરે રૂ. 110 કરોડની વાર્ષિક આવક મળવાની અપેક્ષા છે.
 
પ્રધાનમંત્રી હિમાચલ પ્રદેશમાં રાજ્યમાં લગભગ 3125 કિલોમીટરના રસ્તાઓના અપગ્રેડેશન માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY)-III પણ શરૂ કરશે. રાજ્યના 15 સરહદી અને છેવાડાના બ્લોકમાં 440 કિલોમીટરના રસ્તાઓના અપગ્રેડેશન માટે આ તબક્કા હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા વધુ રૂ. 420 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

Next Article