પ્રથમ દિવસે મેટ્રોમાં મેળા જેવો માહોલ

રવિવાર, 2 ઑક્ટોબર 2022 (16:03 IST)
20902/01 ગાંધીનગર કેપિટલ – વંદે ભારત એક્સપ્રેસની નિયમિત સેવા 1લી ઓક્ટોબરથી શરૂ થઈ છે. પ્રથમ દિવસની સફરમાં વંદે ભારત ટ્રેનની મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર કેપિટલ ટ્રીપને મુસાફરોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. મુંબઈ સેન્ટ્રલ સવારે 6.20 વાગ્યે ઉપડે તે પહેલાં જ ટ્રેન 70% ભરેલી હતી. એક્ઝિક્યુટિવ ક્લાસમાં ઉંચુ ભાડું હોવા છતાં તમામ સીટો ફુલ હતી. 
 
મુસાફરોના જણાવ્યા અનુસાર વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તેમને બુલેટ ટ્રેનમાં મુસાફરી કરવાનું મન થયું હતું. મુંબઈથી ગાંધીનગર જતી વંદે ભારત ટ્રેનની એક્ઝિક્યુટિવ ક્લાસની તમામ 104 સીટો બુક કરવામાં આવી હતી. ચેર કારમાં કુલ 1019 સીટ પર 982 મુસાફરો હતા. આ રીતે કુલ 1123 સીટ પર 1086 મુસાફરોએ મુસાફરી કરી હતી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર