પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના 93માં જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પહેલી ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ લાઈન દક્ષિણ દિલ્હીના કાલકાજી મંદિરને સીધો જ નોએડાના બોટનિકલ ગાર્ડનને જોડશે. વડાપ્રધાનની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રામ નાઈક પણ હાજર રહ્યાં હતા. પીએમ મોદીની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહશે. મોદી નોયડામાં એક જનસભાને પણ સંબોધશે.
- બોટનિકલ ગાર્ડનથી કાલકાજી લાઇન પર 9 સ્ટેશન છે. કાલકા મંદિરને બાદ કરીને તમામ સ્ટેશન એલિવેટેડ છે. કાલકાજીથી બોટનિકલ ગાર્ડન સુધા ટ્રાવેલર્સ માત્ર 19 મિનિટમાં જ પહોંચી શકશે. પહેલા આ અંતર કાપવા 52 મિનિટનો સમય લાગતો હતો.
- બોટનિકલ ગાર્ડનથી કાલકાજી લાઇન પર 9 સ્ટેશન છે. કાલકા મંદિરને બાદ કરીને તમામ સ્ટેશન એલિવેટેડ છે. કાલકાજીથી બોટનિકલ ગાર્ડન સુધા ટ્રાવેલર્સ માત્ર 19 મિનિટમાં જ પહોંચી શકશે. પહેલા આ અંતર કાપવા 52 મિનિટનો સમય લાગતો હતો.
- દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઇનના આ હિસ્સાથી વિદ્યાર્થીઓને ખાસ લાભ થશે, કારણ કે આ લાઇન પર જામિયા મિલ્લિયા ઇસ્લામિયા તથા એમિટી યુનિવર્સિટી આવેલી છે
– નોઇડાથી ફરીબાદની મુસાફરી કરનાર મુસાફરો પણ કાલકાજી મંદિર પર ટ્રેન બદલી શકશે અને સીધા ફરીદાબાદથી જઇ શકશે. તેનાથી તેમનો ખાસ્સો સમય બચશે
– આ કૉરિડોર પર અત્યાધુનિક ડ્રાઇવર લેસ ટ્રેનનો ઉપયોગ કરાશે, જે પોતાની રીતે પહેલાં સિગનલિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે જેને કોમ્યુનિકેશન બેસ્ડ ટ્રેન કંટ્રોલ કહેવાય છે. જો કે હાલ બે-ત્ર વર્ષ સુધી શરૂઆતના સમયમાં આ ટ્રેનમાં ડ્રાઇવર રહેશે.
– આ લાઇન પર દરેક સ્ટેશન પર ઑટોમેટિડ પ્લેટફોર્મ સ્ક્રીન ડોર હશે, જેમકે લંડન ટ્યુબની જુબલી લાઇન પર હોય છે… કહેવાય છે કે આ લાઇનની ટ્રેનોમાં વાઇ-ફાઇ સુવિધા પણ ઉપલબ્ધ હશે. વ્હિલચેર એરિયાની નજીક પેસેન્જર્સના બેકરેસ્ટ પણ હશે તથા યુએસબી પોર્ટની સુવિધા પણ હાજર હશે.