મોરીશસ પ્રવાસ પર ગયેલ યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાલ એક ટ્વીટ પછી યૂઝર્સના નિશાના પર આવી ગયા છે. ઉલ્લેખનેય છે કે 2 નવેમ્બરના રોજ મૉરેશ્સથી જ તેમણે એક તસ્વીર શેયર કરી હતી. આ તસ્વીરમાં સીએમ યોગી એક ટેબલ પર બેસીને કોઈ કાગળ પર હસ્તાક્ષર કરી રહ્યા છે. તસ્વીરમાં મોરિશસ અને ભારત્નો ત્રિરંગો પણ ટેબલ પર મુકવામાં આવ્યો છે. પહેલી નજરમાં તો બધુ સામન્ય જોવા મળી રહ્યુ છે પણ ધ્યાનથી જોવા જઈએ તો ટેબલ પર મુકેલો ત્રિરંગો ઉંધો લગાવવામાં આવ્યો છે.