ગુજરાત ગૌરવયાત્રામાં યોગી આદિત્યનાથ - અમેઠીના વિકાસને લઈ રાહુલ ગાંધી પર પ્રહારો

શુક્રવાર, 13 ઑક્ટોબર 2017 (13:30 IST)
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ગુજરાત આવી પહોંચ્યા છે. તેમની ગૌરવ યાત્રાવલસાડથી શરૂ થઈ જેમાં તેમણે  કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, પોતાના મતક્ષેત્ર અમેઠીમાં વિકાસના કોઈ કાર્યો થયા નથી. ત્યારે અમે ત્યાં વિકાસના કાર્યો શરૂ કરતાં કોંગ્રેસ બોખલાઈ ગઈ છે.  જ્યાં તેમણે કોંગ્રેસ અને ખાસ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં જણાવ્યું કે, ભાજપની સરકાર બની તે વાત કોંગ્રેસ અને રાહુલને પચતી નથી. મોદી સરકારમાં કરપ્શન, કાળા બજાર, બ્લેક મની વિરુધ્ધ આકરા પગલાં લેવાઈ રહ્યાં છે. આ વાતથી કોંગ્રેસના પેટમાં ચૂંક ઉપડી છે. સાથે જ યોગીએ સવાલ કરતાં કહ્યું કે, એક પણ યોગ્ય કારણ ન હોવા છતાં રાહુલ ગાંધી શા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપો કરી રહ્યાં છે ? બસ એટલે જ કે વડાપ્રધાન એકદમ સ્વચ્છ છબી ધરાવે છે. ભાજપના સ્ટાર પ્રચારક યોગીએ નરેન્દ્ર મોદીના વખાણ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર છે. તમામ રાજ્યો ગુજરાત મોડલને અનુસરી રહ્યાં છે. ગુજરાત ઉદ્યોગ ધંધાની સાથે સાથે રોજગારી આપવામાં અગ્રેસર છે. ગુજરાતની દરેક ક્ષેત્રમાં પ્રગતિ થઈ છે. જે અમુક લોકોથી જોવાતી નથી. કોંગ્રેસે દેશને અને સરદાર પટેલ સાથે પણ અન્યાય કર્યો હતો. ગુજરાતમાં નર્મદાના નીરથી સોનું પાકી રહ્યું છે. જે ખોટો પ્રચાર કરનારાથી જોવાતો નથી. તેમ કહીં યોગીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યાં હતાં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર