લાલૂ યાદવને 14 વર્ષની સજા...60 લાખનો દંડ

Webdunia
શનિવાર, 24 માર્ચ 2018 (12:57 IST)
રાજદ સુપ્રીમોની પરેશાનીઓ વધી ગઈ છે. ચારા કૌભાંડના દુમકા કોષાગારમાંથી ગેરકાયદેસર રીતે નિકાસી મામલે આજ રાંચીની સીબીઆઈની વિશેષ કોર્ટે લાલૂ પ્રસાદને સાત સાત વર્ષની સજા સંભળાવી છે.  સાથે જ પીસીમાં 30 લાખ અને આઈપીસીમાં 30 લાખનો દંડ પણ લગાવ્યો છે. 
 
લાલૂ પ્રસાદ અને ઓમપ્રકાશ દિવાકરને આઈપીસીની ધારામાં સાત વર્ષની સજા અને 30 લાખ રૂપિયાનો દંડ. બીજી બાજુ પીસી એક્ટની ધારામાં 7 વર્ષની સજા અને 30 લાખ દંડ લગાવ્યો હ્ચે. આવામાં આ બંનેને 14 વર્ષ જેલમાં કાઢવા પડશે. 60 લાખ રૂપિયાનો દંડ આપવો પડશે. આ જ કેસમાં બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને છોડી મુકવામાં આવ્યાં હતાં.
 
ન્યાયાધીશ શિવપાલ યાદવે ડિસેમ્બર 1995થી જાન્યુઆરી 1996 સુધીમાં તે સમયના ઝારખંડના દુમકા કોષાગારમાંથી ગેરકાયદેસર રીતે 3.13 કરોડ રૂપિયાની ગોબાચારી કરવાના કેસમાં આ નિર્ણય સંભળાવ્યો છે.
 
અગાઉ સોમવારે રાંચીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે લાલુ પ્રસાદ યાદવ સહિત 19 આરોપીઓને દોષિત ઠેરવ્યાં હતાં. જ્યારે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા સહિત 12 લોકોને નિર્દોષ જાહેર કરીને છોડી મુકવામાં આવ્યાં હતાં. આ અગાઉ ઘાંસચારા કોભાંડના ત્રીજા કેસમાં લાલૂ પ્રસાદ યાદવ અને જગન્નાથ મિશ્રાને ચાઈબાસા કોષાગારમાં ગેરરીતિ આચરવાના કેસમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે દોષિત ઠેરવ્યાં હતાં. અદાલતે બંનેને 5-5 વર્ષની જેલની સજા ફટ્કારી હતી. આ કેસમાં કોર્ટે લાલૂ પ્રસાદને 10 લાખ રૂપિયા અને જગન્નાથ મિશ્રાને 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
 
ઉલ્લેખનીય છે કે લાલૂની તબિયત સારી નથી અને તેઓ રાંચીના રિમ્સ હોસ્પિટલમાં દાખલ છે અને સજાના એલાન સમયે તેમની વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા કોર્ટમાં રજુઆત થઈ. ઉલ્લેખનીય છે કે લાલૂના વકીલે ભલામણ કરી કે તેમની સજા ઓછી કરવામાં આવે. 
 
વકીલે કોર્ટને કહ્યુ હતુ કે લાલૂની વય 70 વર્ષની થઈ ચુકી છે અને તે અનેક બીમારીઓથી ગ્રસિત છે. પણ કોર્ટે લાલૂના વકીલના અનુરોધને બાજુ પર મુકી દીધા. કોર્ટ મુજબ જો લાલૂ દંડ નહી આપે તો તેમને એક વર્ષ વધુ સજા ભોગવવી પડશે. 

સંબંધિત સમાચાર

Next Article