વિકાસ દુબેના વધુ બે સાથી ઠાર, કાનપુરમાં પ્રભાત મિશ્રા અને ઇટાવામાં બઉઆ દુબેનુ એનકાઉંટર

Webdunia
ગુરુવાર, 9 જુલાઈ 2020 (09:51 IST)
કાનપુર ગોળીબારના મુખ્ય આરોપી વિકાસ દુબેની નિકટના બઉઆ દુબે અને પ્રભાત મિશ્રાને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધા છે. પ્રભાત મિશ્રાને પોલીસે ફરીદાબાદની હોટલમાંથી ધરપકડ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પ્રભાત પોલીસ કસ્ટડીમાંથી ભાગી રહ્યો  હતો. ત્યારબાદ  તે  એન્કાઉન્ટરમાં માર્યો ગયો. વિકાસની નજીક માનવામાં આવતા બંને આરોપી કાનપુર કાંડમાં સામેલ હતા.
 
બીજું એન્કાઉન્ટર રણવીર ઉર્ફે બઉઆનું થયું છે. તેની ઉપર પણ ઘટનાને લઇ 50000 રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. પોલીસની સાથે એન્કાઉન્ટરમાં તેને પણ ઠાર કરી દીધો.
 
કાનપુરમાં આઠ પોલીસવાળાઓની હત્યાનો આરોપી ગેંગસ્ટર વિકાસ દુબે હજુ સુધી ફરાર છે. પોલીસે તાબડતોડ દરોડ પાડીને સાથીઓને દબોચ્યા છે. તેમાં ફરીદાબાદ ક્રાઇમ બ્રાન્ચે વિકાસના બે સાથીઓની ધરપકડ કરી છે. વિકાસના નજીકના પ્રભાતે એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે ઘટનાવાળી રાત્રે તેઓ વિકાસના ઘરે હતા અને તેને પણ ફાયરિંગ કર્યું હતું. સાથો સાથ તેમણે કહ્યું કે મને પોલીસવાળાઓને મારવાનો અફસોસ છે
 
ઈટાવાની સિવિલ લાઇન પોલીસ સ્ટેશન એરિયામાં કેટલાક લોકો ગાડીની લૂંટ કરી હોવાની પોલીસને જાણકારી મળી હતી. એનકાઉન્ટર દરમિયાન એક અપરાધીને ગોળી વાગી અને તેની ઓળખ બહુઆ દુબે તરીકે થઈ હતી. તેના પર 50 હજાર રૂપિયાનું ઈનામ હતું. તે તેના ત્રણ સાથીઓ સાથે ભાગવાની કોશિશ કરતો હતો. તેની પાસેથી 512 બોરની એક ડબર બેરલ રાઇફલ મળી આવી હતી.

સંબંધિત સમાચાર

Next Article