લદ્દાખથી પીએમ મોદી LIVE: જવાનોને બોલ્યા - તમે દુનિયાને તમારી બહાદુરી બતાવી

શુક્રવાર, 3 જુલાઈ 2020 (16:16 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખમાં સૈનિકોને સંબોધન કર્યું હતું. ત્યાં બોલતા વડા પ્રધાને કહ્યું કે ભારતના સૈનિકોએ દુનિયાને બહાદુરી બતાવી. મોદીએ કહ્યું કે અહીં સૈનિકોની હિંમત લદ્દાખમાં હાજર ટેકરીઓ કરતા વધારે છે. ગાલવાન ખીણમાં મૃત્યુ પામેલા 20 જવાનોને પણ મોદીએ શ્રદ્ધાંજલિ આપી.
 
દુશ્મનોએ તમારો ક્રોધ અને જુસ્સો જોયો 
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૈનિકોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે તેમના હાથ ખડક જેવા છે. આ પછી પીએમ મોદીએ કહ્યું કે દુશ્મનોએ સૈનિકોનો ઉત્સાહ અને ગુસ્સો જોયો છે
 
કૃષ્ણનું ઉદાહરણ
 
સૈનિકો સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારતના લોકો વાંસળીવાળા કૃષ્ણની પૂજા કરે છે. તો સાથે જ અહી સુદર્શન ચક્ર ધારી કૃષ્ણને પણ આદર્શ માનવામાં આવે છે.
 
પીએમ મોદીએ કહ્યું કે ગલવાનમાં ભારતીય જવાનોએ જે બહાદુરી બતાવી છે તેનાથી દુનિયામાં એક સંદેશ ગયો છે. તમારી વીરતા આગળ દેશ નતમસ્તક છે. 14 કૉરનાં કિસ્સા ચારેય તરફ છે, દુનિયાએ તમારું પરાક્રમ જોયું છે. તમારી સૌર્યગાથાઓ ઘર-ઘરમાં ગુંજી રહી છે. ભારતનાં દુશ્મનોએ તમારી ફાયર પણ જોઇ છે અને ફ્યૂરી છે.  તેમણે કહ્યું કે, નિર્બળ ક્યારેય શાંતિ ના આપી શકે. માનવતા માટે શાંતિ અને મિત્રતા જરૂરી છે.  પીએમ મોદીએ કહ્યું કે, ભારતીય જવાનોનાં પરાક્રમનો સાક્ષી લદ્દાખી લઇને સિયાચિન સુધીનાં દરેક પહાડો – કણકણ છે.
 
વિસ્તારવાદનો યૂગ ખત્મ થઈ ચુક્યો છે
 
પીએમ મોદીએ એ પણ કહ્યું કે, “તમારું સાહસ એ ઊંચાઈ કરતા પણ ઊંચુ છે જ્યાં તમે ઉભા છો. તમારો નિશ્ચય એ ખીણ કરતા પણ સખ્ત છે જ્યાં તમે રોજ પગલાં માપો છો. તમારી ભૂજાઓ પહાડો જેવી મજબૂત છે જે તમારી આજુબાજુ છે. તમારી ઇચ્છાશક્તિ આસપાસનાં પર્વતોનાં જેવી અટલ છે.” તેમણે કહ્યું કે,  “આપણે એ લોકો છીએ જે વાંસળીવાળા શ્રીકૃષ્ણની પણ પૂજા કરીએ છીએ અને સુદર્શનધારી શ્રીકૃષ્ણને પણ આદર્શ માનીએ છીએ.” આ દરમિયાન પીએમ મોદીએ ચીનને સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું કે, “વિસ્તારવાદનો યૂગ ખત્મ થઈ ચુક્યો છે. આ વિકાસવાદનો યુગ છે.”

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર