આતંકવાદીઓ વિરુદ્ધ 'નવી કાર્યવાહી' કરે 'નવુ પાકિસ્તાન' - વિદેશ મંત્રાલય

Webdunia
શનિવાર, 9 માર્ચ 2019 (13:04 IST)
. ભારતે આજે કહ્યુ કે જો પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન 'નવા વિચાર' વાળા 'નવા પાકિસ્તાન'નો દાવો કરે છે તો તેમણે આતંકવાદીઓ વિરુદ્ધ નવી કાર્યવાહી અને ઠોસ પગલા લેવા જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે શનિવારે અહી એક સંવાદદાતા સંમેલનમાં કહ્યુ કે પાકિસ્તાન પોતાની આદતોને સુધારી રહ્યુ નથી અને સતત ખોટુ બોલીને દુષ્પ્રચાર ફેલાવી રહ્યુ છે.  તે આતંકવાદીઓ વિરુદ્ધ ઠોસ કાર્યવાહી કરવાને બદલે પુલવામાં હુમલાની જવાબદારી લેનારા આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્માદના દાવાને પણ ઠુકરાવી રહ્યુ છે. 
 
રવીશ કુમારે કહ્યુ કે પાકિસ્તાન આ જુઠ્ઠાણુ ફેલાવી રહ્યુ છે કે તેણે 27 ફેબ્રુઆરીન અરોજ ભારતના બે મિગ વિમાનને તોડી પાડ્યા. જો પાકિસ્તાન પાસે વિમાન પડી ગયાનો વીડિયો છે કે કોઈ અન્ય પુરાવા છે કો તેણે સાર્વજનિક કરવા જોઈએ અને એ પણ બતાવવુ જોઈએ કે બીજા વિમાનનો પાયલોટ ક્યા છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યુ કે ભારતનો ફક્ત એક જ મિગ 21 વિમાન પડ્યુ હતુ. પ્રવક્તાએ કહ્યુ કે પાકિસ્તાન સતત ખોટુ બોલી રહ્યુ છે. કે તેણે 27 ફેબ્રુઆરીના રોજ ભારત વિરુદ્ધ એફ 16 વિમાનનો ઉપયોગ કર્યો નથી. પણ ભારત પાસે આ વાતના પુરાવા છે કે પાકિસ્તાને એફ 16 વિમાનનો ઉપયોગ કર્યો છે.  તેમણે જોર આપીને કહ્યુ કે ભારતના પાયલટ વિંગ કમાંડર અભિનંદન વર્તમાનને પાકિસ્તાનના એક એફ-16 વિમાનને તોડી પાડ્યુ હતુ. ભારત પાસે તેના પ્રત્યક્ષ સાક્ષી, વિમાનની ઈલેક્ટ્રોનિક સિગનેચર અને આ વિમાનમાં લગાવવામાં આવનારી એમરેમ મિસાઈલના ટુકડાના પુરાવા છે. 
 

સંબંધિત સમાચાર

Next Article