. ઉત્તરપ્રદેશા પોલીસના આતંકવાદ વિરોધી ટીમે આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના બે શંકાસ્પદ સભ્યોને સહારનપુરના દેવબંધથી ધરપકડ કરી છે. પોલીસ મહાનિદેશક ઓમપ્રકશ સિંહે શુક્રવારે અહી પ્રેસ કૉન્ફરેંસમાં જણાવ્યુ કે યૂપી એટીએસને બે દિવસ પહેલા સૂચના મળી હતી કે દેવબંધમાં જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલ બે આતંકવાદી વિદ્યાર્થીના રૂપમાં રહી રહ્યા છે.
પોલીસ મહાનિદેશકે જણાવ્યુ કે પકડાયેલ બંને શંકાસ્પદ આતંકવાદીઓની વય 20થી 25 વર્ષની વચ્ચે છે. બંનેને ટ્રાંજિટ રિમાંડ પર લખનૌ લાવીને કોર્ટમાં રજુ કરવામાં આવશે. આ વાતની પણ તપાસ કરવામાં આવહે કે બંનેને ઉત્તર પ્રદેશમાં કેટલા યુવાઓને પોતાના સંગઠનમાં ભરતી કર્યા છે. આ બંનેના નિશાના પર શુ હતુ. તેમને પૈસા કોણ પુરા પાડી રહ્યુ છે અને શુ અગાઉ 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકવાદી હુમલામાં બંનેનો કોઈ હાથ હતો કે નહી.