આંબેડકર મુદ્દા પર બબાલ, અમિત શાહે પ્રેસ કોંફ્રેસ કરી કોંગ્રેસને સંભળાવ્યુ ખરુ-ખોટુ, ખરગે ને પણ આપી સલાહ

Webdunia
બુધવાર, 18 ડિસેમ્બર 2024 (18:38 IST)
બાબા સાહેબ બીમરાવ આંબેડકર પર આપવામાં આવેલ ટિપ્પણીને લઈને વિપક્ષ સતત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર હુમલો કરી રહ્યા છે. વિપક્ષની માંગ છે કે અમિત શાહ માફી માંગે.  તેને લઈને વિપક્ષ દ્વારા સદનમાં હંગામો પણ કરવામાં આવ્યો. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રેસને સંબોધિત કરી કોંગ્રેસ પર નિશાન સાધ્યુ.  

<

Addressing a press conference in New Delhi. Watch Live... https://t.co/xeoNlGQGu3

— Amit Shah (@AmitShah) December 18, 2024 >
 
રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણ પછી વિપક્ષ સતત બાબાસાહેબ ભીમરાવ આંબેડકર મુદ્દે અમિત શાહ પાસે માફી માંગવાની વાત કરી રહ્યુ છે. લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી બાબા સાહેબ આંબેડકરના સંદર્ભમાં કરવામાં આવેલ ટિપ્પણીને લઈને કહ્યુ કે દેશ સંવિધાન નિર્માતાનુ અપમાન સહન નહી કરે.  તેમણે એ પણ કહ્યુ કે ગૃહમંત્રીએ માફી માંગવી જોઈએ. રાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં વિપક્ષના વિરોધ પ્રદર્શનની તસ્વીર ને પણ શેયર કરે. આ મામલે હવે બધી વિપક્ષી પાર્ટીઓ કૂદી પડી છે અને અમિત શાહ પાસે માફી માંગી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રેસને સંબોધિત કરી કોંગ્રેસ પર ખૂબ નિશાન સાધ્યુ અને કોગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે ને સલાહ પણ આપી દીધી .  
 

સંબંધિત સમાચાર

Next Article