Hathras Accident: પાચ ભાઈઓમાથી ત્રણ ભાઈની ફેમિલી ખતમ, આટલી લાશો... કબર ખોદાવવા માટે મંગાવવુ પડ્યુ બુલડોજર

Webdunia
શનિવાર, 7 સપ્ટેમ્બર 2024 (16:18 IST)
હાથરસ અકસ્માતમાં આગરાના ગામ સૈમરામાં રહેતા પાંચ ભાઈઓમાંથી ત્રણનો પરિવાર ખતમ થઈ ગયો.  16 લોકોના મોતથી આખુ ગામ આઘાતમાં  છે. લોકોનું કહેવું છે કે આવુ પહેલીવાર છે જ્યારે સૈમરાના કબ્રસ્તાનમાં આટલા મૃતદેહોને એકસાથે દફનાવવામાં આવ્યા છે.

<

यूपी: हाथरस में भीषण सड़क हादसा, 12 लोगों की मौत.

तेरहवीं का भोज खाकर वापस लौट रहे मैक्स लोडर सवारों को रोडवेज बस ने मारी टक्कर.

हादसे में एक दर्जन से अधिक लोग हुए घायल.

सूचना मिलते ही जिला अस्पताल पहुंचे डीएम और एसपी.

सीएम योगी ने जताया दुख.#Hathras #RoadAccident #UPNews pic.twitter.com/mmSmYUKlb8

— Ashish Mishra (@AshishMisraRBL) September 6, 2024 >
 
હાથરસમાં જનરથ બસ અને મેક્સ વચ્ચેની ટક્કરમાં મૃત્યુ પામેલા મોટાભાગના લોકો સૈમરા ગામના છે. આ અકસ્માતના સમાચાર મળતાં સૈમરા ગામની તેલી વસ્તીમાં ચીસાચીસ  થઈ ગઈ હતી  જેને પણ અકસ્માતની જાણ થઈ તે  બેદરિયાના ઘર તરફ દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં બેદરિયા, લતીફ, મુન્ના, ચુન્નાસી અને શાન મોહમ્મદના પરિવારજનોના મોત થયા હતા. આમાં માસૂમ બાળકો પણ સામેલ છે.
 
તંબુ લગાવીને રાખવામાં આવ્યા મૃતદેહ 
ડેડબોડી વસ્તીમા લાવતા પહેલા પોલીસકર્મીઓએ બોડી મુકવા માટે જગ્યા શોધવાના પ્રયાસો કરવા પડ્યા હતા. અહીં 16 ડેડબોડી આવવાની હતી.  વસ્તીમાં સૌ પ્રથમ પંચાયત ઘરની જમીન જોવામા આવી.  ત્યારબાદ મૃતદેહને વસ્તીની શાળામાં એકત્રિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. પોલીસે લાશને શાળાની અંદર રાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગેટનું તાળું ખુલ્યું નહી. જેના કારણે ડેડબોડીને શાળા પરિસરની બહાર તંબુ લગાવીને મુકવામાં આવી. 
 
મોડી રાત સુધી વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના લોકો એમ્બ્યુલન્સ દ્વારા હાથરસથી મૃતદેહ લાવવામાં વ્યસ્ત હતા. બેદરિયાનું ઘર જ્યાં હતું તે શેરીમાં પુરૂષો, મહિલાઓ અને બાળકોના રડારોડથી રાત્રિનું મૌન તૂટી ગયું હતું. આ ઘટના બધાના હોઠ પર હતી. એક સાથે એક ડઝનથી વધુ મૃતદેહોને કબ્રસ્તાનમાં લઈ જવો એ વહીવટીતંત્ર માટે પડકાર બની રહ્યો.
 
આ માટે સ્મશાનમાં આગોતરી તૈયારીઓ કરવામાં આવી હતી અને જેસીબી વડે કબરો તૈયાર કરવામાં આવી હતી. મૃતકના પરિવારના સદસ્ય સોનુએ કહ્યું કે પહેલીવાર આટલા મૃતદેહોને કબ્રસ્તાનમાં એકસાથે દફનાવવામાં આવશે. અગાઉ ક્યારેય આટલા મૃતદેહોને એકસાથે કબ્રસ્તાનમાં લઈ જવામાં આવ્યા ન હતા. મોડી રાત સુધી મૃતદેહો લાવવાની પ્રક્રિયા ચાલુ રહી હતી.
 

સંબંધિત સમાચાર

Next Article