કેવી રીતે થંભશે કોરોનાનો કહેર ? સરકારે આપ્યો કોરોના વેક્સીનનો સૌથી મોટો ઓર્ડર, પણ એ છે ભારતની કુલ વસ્તીના ફક્ત 4 ટકા

Webdunia
સોમવાર, 3 મે 2021 (17:41 IST)
દેશમાં ચાલી રહેલ  કોરોના વાયરસની બીજી લહેરને ઓછી કરવા માટે જ્યા એક બાજુ તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, બીજી બાજુ સરકાર વેક્સીનેશન અભિયાનને ઝડપી કરવા માટે પણ પ્રયત્ન કરી રહી છે. જો કે આ પ્રયાસોમાં વૈક્સીનની કમી એક મોટી સમસ્યા બનીને ઉભરી આવી છે. આ મામલાના માહિતગાર એક વ્યક્તિએ જણાવ્યુ કે  સરકારે ડિસેમ્બરથી લઈને અત્યાર સુધી ફક્ત 11 કરોડ વેક્સીનની ડોઝનો ઓર્ડર સીરમ ઈસ્ટીટ્યુટ ઓફ ઈંડિયા (એસઆઈઆઈ)ને આપ્યો છે.  આ સંખ્યા ભારતની કુલ વસ્તીના ફક્ત ચાર ટકા જ છે.  સીરમ ભારતમાં કોવિશીલ્ડ વેક્સીનનુ નિર્માણ કરી રહ્યુ છે. જે  દુનિયાની મોટી દવા કંપનીઓમાંથી એક છે. 
 
દેશમાં અગાઉ થોડા દિવસોમાં કોરોના વાયરસના રેકોર્ડ્સ તૂટી ગયા છે. ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી રોજ ત્રણ લાખથી વધુ કોવિડના નવા મામલા મળી રહ્યા છે. એક દિવસ આ સંખ્યા ચાર લાખના પાર સુધી જઈ ચુકી છે. મહામારીની શરૂઆત પછીથી જ કોઈપણ દેશમાં એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં કોવિડના કેસ મળ્યા નહોતા. આ સૌના વચ્ચે સરકારે ગયા મહિને એક મે થી 18 વર્ષની ઉપરની વયના યુવાઓ માટે વેક્સીનેશન અભિયાન શરૂ કરવાની મંજુરી આપી હતી. જો કે વેક્સીન સમયસર ન મળવાને કારણે અનેક રાજ્ય સરકાર ખૂબ જ ધીમી ગતિથી આ વયના લોકોનુ વેક્સીનેશન કરી રહી છે. 
 
કેન્દ્ર અને રાજ્ય સરકાર સીરમ ઈંસ્ટીટ્યુટ ઓફ ઈંડિયામાંથી મોટી સંખ્યામાં વેક્સીનની ડિમાંડ કરી રહ્યુ છે. સીરમ દેશમાં વેક્સીન સપ્લાયનુ મુખ્ય સપ્લાયર છે. ઓકે સીરમ એક મહિનામાં ફક્ત છ થી સાત કરોડ સુધીના ડોઝ બનાવવામાં સક્ષમ છે. જેને જુલાઈ સુધી દસ કરોડ ડોઝ સઉધી લઈ જવાનુ લક્ષ્ય રાખવામાં આવ્યુ છે.  વેક્સીનની કમી અને 18 વર્ષની ઉપરના લોકોનુ વેક્સીનેશન અભિયાન શરૂ થવાને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં એકબીજા સાથે ભીડત પણ જોવા મળી છે. આટલુ જ નહી તાજેતરમાં સીરમના પ્રમુખ અદાર પુનાવાલાએ એક ઈંટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમને ભારતના અનેક મુખ્ય પ્રભાવશાળી લોકો પાસેથી ધમકીઓ મળી રહી છે. તેઓ પોતાની પુત્રી અને પત્ની સાથે બ્રિટન ચાલ્યા ગયા. 
 
ફાનીનેશિયલ ટાઈમ્સને આપેલ એક ઈંટરવ્યુમા પુનાવાલાએ જણાવ્યુ કે દેશમાં જુલાઈ સુધી વૈક્સીનની કમી રહેવાની શકયતા છે. જો કે સીરમે પ્રોડક્શનની ગતિ ઝડપી જરૂર કરી છે. તેમણે કહ્યુ, અમે ક્યારેય નહોતુ વિચાર્યુ કે અમે એક વર્ષમાં સો કરોડથી વધુ ડોઝ બનાવવાની જરૂર પડશે. જો કે સીરમ ઈંસ્ટીટ્યુટના પ્રવક્તા કોવિડ વેક્સીનના ઓર્ડર પર કોઈ નિવેદન આપવાથી ઈનકાર કરી દીધો. 

સંબંધિત સમાચાર

Next Article