Election Result LIVE Update : પશ્ચિમ બંગાળમાં ટીએમસીને પ્રચંડ બહુમત પણ નંદીગ્રામમાં ખુદ પોતાની સીટ ન બચાવી શકી મમતા

રવિવાર, 2 મે 2021 (18:33 IST)
West Bengal Assam Kerala Tamilnadu Pudducherry Vidhan Sabha chunav Parinam Live updates: આજે પાંચ રાજ્યોની રાજનીતિનો સુપર સંડે છે. પશ્ચિમ બંગાળ, અસમ, તામિલનાડુ અને કેરલ સહિત પાંચ રાજ્યોમાં મતદાન પૂર્ણ થયા પછી, દરેક પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળની 292, અસમની 126, કેરલની 140, તમિલનાડુની 234 અને પોંડિચેરીની 30 બેઠકો પર આજે  પરિણામ જાહેર થવાનુ છે, જેના માટે 2 મે (રવિવાર) સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. આશા છે કે  મતોની ગણતરી બાદ વહેલી તકે પરિણામો આવવાનું શરૂ થઈ જશે.  બપોર પછી રાજ્યોની રાજકારણીય તસ્વીર સ્પષ્ટ થઈ જશે અને સાંજ સુધી કોની સરકાર બનશે તે સ્પષ્ટ થઈ જશે.  પશ્ચિમ બંગાળમાં જ્યા મમતા બેનર્જી હૈટ્રિકની આશા લગાવીને બેસ્યા છે તો બીજી બાજુ બીજેપીને આશા છે કે આ વખતે બંગાળમાં કમળ જરૂર ખીલશે. જ્યારે કે  તમિલનાડુમાં ડીએમકે અને એઆઈએડીએમકે વચ્ચે સખત ટક્કર છે, બીજી બાજુ કેરલમાં મુખ્ય મુકાબલો શાસક એલડીએફ અને કોંગ્રેસના નેતૃત્વવાળી યુડીએફ વચ્ચે છે. અસમમાં ભાજપ સત્તા ટકાવી રાખવા પ્રયાસ કરશે અને પોંડિચેરીમાં પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની ટક્કર છે. હાલ કોનુ થશે રાજતિલક અને કોણ સત્તામાંથી બહાર ફેંકાશે એ થોડા સમય પછી જ જાણ થઈ જશે.  તો ચાલો જાણીએ પાંચ રાજ્યોના દરેક ક્ષણનુ અપડેટ 

07:08 PM, 2nd May
પશ્ચિમ બંગાળમાં ટીએમસીને પ્રચંડ બહુમત પણ નંદીગ્રામમાં ખુદ પોતાની સીટ ન બચાવી શકી મમતા 
 
પશ્ચિમ બંગાળમાં ટીએમસી વલણોમાં 200થી ઉપર સીટો પર જીતતી દેખાય રહી છે. પણ આ પ્રચંડ બહુમત પછી પણ મુખ્યમંત્રી મમતા બેનર્જી ખુદ પોતાની સીટ નહી બચાવી શકી. નંદીગ્રામમાં સુવેંદ્રુ અધિકારીના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. મમતા બેનર્જીએ પણ નંદીગ્રામમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. જો કે તેમણે કહ્યુ કે બીજેપી બંગાલમાં  હાર ગઈ, નંદીગ્રામના પરિણામની કોઈ ચિંતા નથી. 
 
મમતા બેનર્જી સાંજે જયારે મીડિયા સાથે રૂબરુ થઈ ત્યારે તેમણે નંદીગ્રામમાં પોતાની હારની વાત  સ્વીકાર કરી પણ ટીએમસી ત્યા રીકાઉંટિંગની માંગ કરી રહેલી છે.  ક્યારેક મમતાએ ખૂબ નિકટના રહેલા સુવેંદુ અધિકારીના બીજેપીનુ દામન થામ્યા પછી મમતા બેનર્જીએ તેમને તેમની સીટ નંદીગ્રામ પર પડકાર આપવાનો નિર્ણય કર્યો હતો. તે ફક્ત નંદીગ્રામથી જ ચૂંટણી લડી પણ તેમને હારનો સામનો કરવો પડ્યો. બંને નેતાઓમાં ખૂબ જ કાંટાની લડાઈ થઈ પણ છેવટે બાજી સુવેંદુના હાથ લાગી. 
 
જો કે નંદીગ્રામના પરિણામોને લઈને ત્યારે ગફલત થઈ ગઈ જ્યારે ન્યુઝ એજંસી એએનઆઈએ મમતા બેનર્જીને 1200 વોટોથી જીતવાની વાત કરી હતી. 
 

05:12 PM, 2nd May
બંગાળ ચૂંટણી - ક્લોઝ ફાઈટમાં છેવટે મમતાની જીત 
નંદીગ્રામની દિલના ધબકારા રોકી દેનારો મહાસંગ્રામમાં છેવટે મમતા બેનર્જીની જીત થઈ છે. લગભગ 17મા રાઉંડ સુધી ચાલેલા ઉલટફેર પછી અંતિમ રાઉંડમાં મમતા બેનર્જીએ શુભેંદુ અધિકારીને 1200 વોટોથી હરાવ્યા આ પહેલા કયારેક શુભેંદ્રુ મમતાની આગળ આવતા હતા. જો કે લાબા સમય સુધી શુભેંદ્રુ આ સીટ પર લીડ કરી રહ્યા હતા. પણ પછી મમતા બેનર્જીએ લીડ મેળવઈ અને બંગાળ સાથે નંદીગ્રામનો સંગ્રામ પણ પોતાને નામે કર્યો. ઉલ્લેખનીય છે કે નંદીગ્રામ સીટ પરથી જ મમતા બેનર્જી ચૂંટણીમાં ઉભી હતી. 



04:04 PM, 2nd May
- પશ્ચિમ બંગાળના નંદિગ્રામ સીટે  દરેકના ધબકારા વધાર્યા છે. શુભેન્દુ અધિકારીઓ અને મમતા બેનર્જી વચ્ચે કાંટાની ટક્કર છે.  6 ઠ્ઠા રાઉન્ડની ગણતરી પછી, બંને થોડાક મતોના અંતરથી એકબીજાથી માત્ર થોડા મતોનુ અંતર છે.  શુભેન્દુ અધિકારીઓ હાલ મમતા બેનર્જી સામે 6 મતોના અંતરે લીડ કરી રહ્યા  છે.

03:54 PM, 2nd May
- મનોજ તિવારી જીત્યા
- શિબપુરથી ટીએમસીના ઉમેદવાર મનોજ તિવારી 32339 મતોથી જીત્યા
 
- જશ્ન પર બોલ્યા ટીએમસીના યૂથ નેતા - દબાવમાં હતા કાર્યકર્તા 

 
ટીએમસી નેતા સાયન દેબ ચટર્જીએ કહ્યુ, અમે હકીકતમાં જશ્ન નથી ઉજવવા માંગતા, પણ ટીએમસી વિરુદ્ધ કૈપેન ચલાવી રહ્યો હતો. અમારા કાર્યકર્તાનુ દબાણમાં હતા. આ જીતે તેમને ઉર્જા આપી છે.  જો કે અમે તેમને કોવિડને કારણે જશ્ન ન ઉજવવા કહી રહ્યા છે. 
 
- 292 બેઠકો પર મતદાન થયું હતું, જેના કારણે બહુમતી માટે માત્ર 147 બેઠકોની જ જરૂર છે. આ દ્રષ્ટિકોણથી, ટીએમસી સરળતાથી બહુમતી તરફ આગળ વધતી જોવા મળી રહી છે.જો કે, આ દરમિયાન નંદીગ્રામમાં મોટો ઉથલપાથલ જોવા મળી રહી છે. નંદિગ્રામમાં શુભેન્દુ અધિકારી સતત આગળ ચાલી રહ્યા છે, જ્યારે મમતા બેનર્જી બીજા નંબરે છે. ભાજપના ઉમેદવાર 42574 મતો સાથે પ્રથમ નંબરે છે, જ્યારે મમતા બેનર્જી 35337 મતો સાથે બીજા નંબરે  છે.
 

01:05 PM, 2nd May
TMC સમર્થકો કોરોના ભૂલીને જીતના સેલીબ્રેશનમાં ઉમટ્યા 
 
બંગાળમાં ટીએમસી સમર્થકો કોરોના ગાઈડલાઈનને નેવે મુકીને સેલીબ્રેશનમાં ઉમટી પડ્યા છે. દરેક કોરોનાની મહામારીને ભૂલી ગયા છે. દીદીની જીતના ઉત્સાહમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ ભૂલીને, માસ્ક લગાવ્યા વગર સેલીબ્રેશન કરી રહ્યા છે.. 




12:45 PM, 2nd May
- પશ્ચિમ બંગાળના નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જી અટવાતી જોવા મળે છે. ભાજપના શુભેન્દુ અધિકારીઓ     નંદીગ્રામ બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે.


 
-અ‍સમમાં અમે ફરીથી સત્તામાં આવીશુ - મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ 
 
મતોની ગણતરી વચ્ચે આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલે કહ્યું કે ભાજપના નેતૃત્વમાં ગઠબંધનને આસામના વલણોમાં સ્પષ્ટ બહુમતી મળશે તેમ લાગે છે. અમે ચોક્કસ સત્તા પર પાછા આવીશું. ઉલ્લેખનીય છે કે અસમમાં ભાજપ 83 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ  43 બેઠકો પર આગળ છે.

12:05 PM, 2nd May
- પશ્ચિમ બંગાળની ચૂંટણીના વલણોમાં ટીએમસીને પ્રચંડ બહુમતી મળી છે.  મમતા બેનર્જીની ટીએમસી બંગાળમાં હેટ્રિક જીત તરફ જોરશોરથી આગળ વધી રહી છે. છતાં મમતા બેનર્જી અને પ્રશાંત કિશોરનો જીવ અટક્યો છે. . આ કારણ છે કે નંદિગ્રામના મહાસંગ્રામમાં, મમતા બેનર્જી શુભેન્દુ અધિકારીથી પાછળ ચાલી રહી છે.. ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર, નંદિગ્રામમાં અત્યાર સુધીમાં 40586 મતોની ગણતરી કરવામાં આવી છે.તેમાંથી શુભેન્દુ અધિકારીના ખાતામાં 23495 અને મમતા બેનર્જીના ખાતામાં 15294 મતો પડ્યા છે. એટલે કે મમતા બેનર્જી કેટલાક હજાર મતોથી પાછળ છે. સાથે જ પ્રશાંત કિશોરના શ્વાસ અટકવાનુ કારણ એ છે કે ભાજપ હજી પણ સો બેઠકો પર અટવાઈ  છે. જો ભાજપને 100 થી વધુ બેઠકો મળે છે, તો પ્રશાંત કિશોરની મુશ્કેલીઓ વધશે, કારણ કે તેણે જાહેરાત કરી હતી કે જો ભાજપ 100 થી વધુ બેઠકો લાવશે તો તે ચૂંટણી રણનીતિકારની નોકરી છોડી દેશે.

- બંગાળની ટોલીગંજ સીટથી ભાજપા સાંસદ અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો 3500 વોટથી પાછળ

- સિંગૂર સીટ પર તૃણમૂલના બેચારામ મન્નાએ ભાજપાના રવીન્દ્રનાથ ભટ્ટાચાર્ય પર સરસાઈ મેળવી. શિવપુરથી તૃણમૂલ ઉમેદવાર મનોજ તિવારી પાછળ
 

11:20 AM, 2nd May
Bengal Election Results: બંગાળમાં TMC ને મોટી લીડ 
 
પશ્ચિમ બંગાળના શરૂઆતના પરિણામોમાં  ટીએમસી ફરી એકવાર સરકાર બનાવશે તેવું લાગે છે. , મમતા બેનરજીની ટીએમસીને બમ્પર સીટ મળી છે.  ટીએમસી 186 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપની બેઠકો ઘટતી જાય છે.  ભાજપ 100 બેઠકો પર આગળ છે. અત્યાર સુધી 290 સીટોના પરિણામ આવી ચુક્યા છે. 

હાલ કશુ પણ કહેવુ ઉતાવળ - બંગાળના પરિણામો પર વિજયવર્ગીય 
 
બંગાળના શરૂઆતના વલણમાં ભાજપ પાછળ થયા પછી પાર્ટીના બંગાળના કૈલાશ વિજયવર્ગીય એ કહ્યું કે ઘણા બધા રાઉન્ડ બાકી છે, તેથી કંઇ કહેવું બહુ  ઉતાવળ કહેવાશે. . સાંજ સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. અમે ત્રણ સાથે શરૂઆત કરી અને પડકાર હતો કે અમે સો આંકને પાર કરી શકીશુ નહીં, પરંતુ અમે તે સંખ્યાને પાર કરી રહ્યા છીએ. અમે  મેજિક નંબર પણ પાર કરીશું.



10:34 AM, 2nd May
Bengal Election Results: નંદીગ્રામના મહાસંગ્રામમાં શુભેંદ્રુ 8 હજાર વોટોથી આગળ 
 
- બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ: શરૂઆતના વલણોમાં, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નંદિગ્રામના મહાસંગ્રમમાં ઘણી પાછળ થઈ ગઈ છે. ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને ભારે મતોથી પાછળ કર્યા છે.  અત્યાર સુધીના વલણોમાં ભાજપના શુભેન્દુ અધિકારીએ આશરે 8106 મતોની બઢત બનાવી લીધી છે. 

Assam Election Results: અસમમાં ભાજપાને મળ્યુ બહુમત 
 
- એક્ઝિટ પોલની જેમ પ્રારંભિક વલણોમાં અસમમા ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે. અસમમાં વોટોની ગણતરી ચાલુ છે. અસમના પ્રારંભિક પરિણામોમાં ભાજપ બહુમતીનો આંકડો પાર લીધો છે. અત્યારે વલણોમાં ભાજપ 68 બેઠકો પર આગળ છે. સાથે જ  કોંગ્રેસ પણ 39 બેઠકો સાથે પીછો કરી  રહી છે. . અત્યાર સુધીમાં 110 બેઠકોના વલણો આવ્યા છે, જ્યારે કુલ બેઠકોની સંખ્યા 126 છે.


10:27 AM, 2nd May
Kerala Election Results: વલણોમાં કેરલમાં લેફ્ટને બહુમતી 
 
- કેરલ વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરી ચાલુ છે. હાલના સમયમાં, કેરલની તમામ 140 બેઠકોના વલણો આવી ગયા છે. વલણોમાં એલડીએફને બહુમતી મળી છે. કેરલમાં એલડીએફ ગઠબંધન  94  બેઠકો પર આગળ છે, જ્યારે યુડીએફની 45  બેઠકો ઉપર છે. 1 બેઠક અન્યના ખાતામાં જોવા મળે છે. અહીં ભાજપનું ખાતું ખુલ્યું નથી.
 
- આસામમાં ભાજપા+ 70, કોંગ્રેસ+ 39 પર આગળ. તમિલનાડુમાં ભાજપા+ 98, કોંગ્રેસ+ 132 પર આગળ. આસામમાં ભાજપા+ 70 કોંગ્રેસ+ 39 સીટો પર આગળ, પુડુચેરીમાં ભાજપા+ 9 અને કોંગ્રેસ+ 5 સીટો પર આગળ
 
- નંદીગ્રામમાં મમતા બેનરજી પાછળ. ભાજપાના શુભેન્દુ અધિકારી 7200થી વધુ વોટથી આગળ

10:21 AM, 2nd May
- નંદીગ્રામમાં મમતા બેનરજી પાછળ. ભાજપાના શુભેન્દુ અધિકારી 7200થી વધુ વોટથી આગળ
-શરૂઆતના વલણોમાં તૃણમૂલને બહુમતી, 161 સીટો, ભાજપા 115 પર આગળ અને કોંગ્રેસ 6 પર આગળ
- પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી ચાલુ છે. હમણાં, મમતા બેનરજીની ટીએમસીએ વલણોમાં બહુમતીના આંકડાને સ્પર્શ કર્યો છે. બંગાળમાં 267 બેઠકોના વલણો સામે આવ્યા છે. બંગાળની ટીએમસી 147 અને બીજેપીની 115 બેઠકો પર આગળ હતી. કોંગ્રેસ-લેફ્ટ ગઠબંધન 2 અને અન્ય 3 બેઠકો પર આગળ છે.

08:34 AM, 2nd May
ટીએમસીને ટક્કર આપી રહી છે બીજેપી 
 
- પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી ચાલુ છે. શરૂઆતના વલણો આવવાનું શરૂ થયું છે, જેમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી આગળ છે. 54 બેઠકોનો ટ્રેન્ડ આવી ગયો છે, જ્યાં ટીએમસી 30 અને ભાજપ 24 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ ગઠબંધનનુ  ખાતું પણ ખુલ્યુ નથી.

- પોંડિચેરીમાં ભાજપા કરી રહી છે કમાલ 
 
પોંડિચેરીમાં પણ વોટોની ગણતરી ચાલુ છે. અહી અત્યાર સુધી 6 સીટોના પરિણામ આવી ગયા છે, જ્યા પાંચ સીટો પર બીજેપીને અને કોંગ્રેસ 1  સીટ પર આગળ ચાલી રહી છે. 


07:57 AM, 2nd May
- કેરલ વિધાનસભા ચૂંટણી: કેરલમાં તૈયારીઓ પૂર્ણ,  સવારે 8 વાગ્યાથી મતગણતરી
કેરલ વિધાનસભા ચૂંટણીના પરિણામો: કેરલની ચૂંટણીના પરિણામો આજે આવશે, જેમના મતની ગણતરી સવારે આઠ વાગ્યાથી શરૂ થશે. કાઉન્ટિન્સ પહેલાં સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.
- સૂત્રોના જણાવ્યા મુજબ પાંચ રાજ્યોના કુલ  2,364 કેંદ્રોમાં કાઉંટિંગ થશે, જેમા બંગાળમાં 1113, કેરલમાં 633, આસામમાં 331, તમિલનાડુમાં 256 અને પોંડિચેરીની 31 કેન્દ્રો બનાવાયા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર