મધ્યપ્રદેશ - વરસાદ માટે પહેલા કરાવ્યા દેડકાના લગ્ન, હવે કરાવવા પડ્યા છુટાછેડા

Webdunia
ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2019 (12:14 IST)
રાજધાની ભોપાલમાં અજબ એમપીની ગજબ વાતો જોવા મળી. જ્યા પહેલા ઓછા વરસાદથી પરેશાન લોકોએ વરસાદ માટે દેડકા-દેડકીના લગ્ન જેવા અનેક ટોટકા કર્યા હતા. તો બીજી બાજુ હવે સતત વરસાદ પછી પ્રદેશના અનેક ભાગમાં પૂર જેવી પરિસ્થિતિ બની ગઈ છે. લોકો પાણીથી પરેશાન થઈ રહ્યા છે. તેને જોતા ભોપાલમાં લોકોએ ફરી ટોટકાની મદદ લીધી. જ્યા દેડકા-દેડકીના લગ્ન તોડતા બંનેને જુદા કરી દીધા. 
 
આ અતિ વરસાદથી બચાવ કરવા માટે ઓમ શિવ શક્તિ સેવા મંડળ દ્વારા ઈન્દ્રપુરી સ્થિત મહાદેવ મંદિર્માં માન્યતા મુજબ દેડકા અને દેડકીના લગ્ન તોડતા બંન્નેને જુદા કરી દીધા.  લોકોએ પૂર્ણ વિધિ વિધાન સાથે આ બંનેને જુદા કરવાની રસમ નિભાવી. આ માટે એક કાર્યક્રમનુ આયોજન પણ કરવામાં આવ્યુ. એવુ કહેવાય છે કે આ બંનેને જો જુદા કરવામાં આવે તો વરસાદ ઓછો થઈ જાય છે. 
 
ઓમ શિવ ભક્તિ સેવા મંડળના સંયોજક હરિઓમનુ કહેવુ છે કે પ્રદેશમાં સારા વરસાદ માટે સમિતિ દ્વારા 19 જુલાઈના રોજ દેડકા અને દેડકીના લગ્ન પૂરી વિધિપૂર્વક કરાવ્યા હતા જેથી રાજધાનીમાં સારો વરસાદ થઈ શકે.  19 જુલાઈ પછીથી જ પદેશ અને રાજધાનીમાં સતત સારો વરસાદ થયો પન હવે જે રીતે વરસાદ પડી રહ્યો છે તેનાથી અનેક પ્રકારના સંકટો સામે આવી રહ્યા છે. જેને જોતા સમિતિએ નિર્ણય લીધો કે ઈન્દ્ર દેવને કેવી રીતે મનાવાય. માન્યતા મુજબ દેડકા દેડકીને લગ્નના બંધનથી જુદા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.  તેમને પાણીમાં છોડવામાં આવ્યા. જેથી હવે વરસાદ થંભી જાય અને આવતા વર્ષે ફરી સારો વરસાદ પડે. 
 

સંબંધિત સમાચાર

Next Article