Video - 13માં માળની બાલકનીમાંથી પડી બાળકી, એક યુવકની તત્કાલથી એક્શનથી બચી ગઈ

Webdunia
સોમવાર, 27 જાન્યુઆરી 2025 (16:34 IST)
mumabi viral news
ગુજરાતીમાં એક કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે, આ કહેવત એક દુર્ઘટના દરમિયાન સાચી સાબિત થઈ ગઈ છે. મુંબઈના ડૉબિવલીમાં એક બહુમાળી બિલ્ડિંગના 13મા માળેથી બે વર્ષીય બાળકીનો જીવ એ સમયે બચી ગયો જ્યારે એક વ્યક્તિએ સ્ફુર્તિથી બાળકીને બચાવી શકાઈ 

<

13માં માળની બાલકનીમાંથી પડી બાળકી #viralvideo #Mumbai pic.twitter.com/BkUi1U6dQo

— Webdunia Gujarati (@Webdunia_Guj) January 27, 2025 >
 
આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ, લોકો તે વ્યક્તિની બહાદુરીની પ્રશંસા કરી રહ્યા છે અને તેને એક વાસ્તવિક હીરો માની રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ગયા અઠવાડિયે થાણેના દેવીચાપડા વિસ્તારમાં થયો હતો. જોકે, આ અકસ્માતમાં છોકરીને સામાન્ય ઈજાઓ થઈ હતી, પરંતુ તે માણસની સમજદારી અને તત્પરતાને કારણે તેનો જીવ બચી ગયો. આ ઘટના ફક્ત તે વ્યક્તિની બહાદુરી જ દર્શાવે છે, પણ એ પણ કહે છે કે ક્યારેક એક સાચું પગલું આખું જીવન બદલી શકે છે.
 
એક વ્યક્તિએ બચાવ્યો બાળકીનો જીવ 
વીડિયોમાં, ભાવેશ મ્હાત્રે નામનો એક માણસ પડી રહેલી છોકરીને પકડવા માટે ઝડપથી દોડતો જોઈ શકાય છે. જોકે તે બાળકીને સંપૂર્ણપણે પકડવામાં સફળ નથી થતો, પરંતુ તેના પ્રયત્નોને કારણે બાળકી સીધી જમીન પર પડવાથી બચી જાય છે. આ કારણે છોકરીને સામાન્ય ઈજાઓ થઈ હતી. ભાવેશની તત્પરતા અને હિંમતે એક  નાનકડા જીવને બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. 

સંબંધિત સમાચાર

Next Article