શ્વાન વફાદારીની સાથે સાથે સમજદારી માટે પણ ઓળખાય છે. તાજેતરમા એક એવો જ મામલો સામે આવ્યો છે. જેમા શ્વાનની સમજદારીએ આખા પરિવારનો જીવ બચાવી લીધો છે. સોશિયલ મીડિયા પર આનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જાણીએ શુ છે આખો મામલો.
— Buitengebieden (@buitengebieden) February 14, 2024
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
અહી એક સીસીટીવી વીડિયો છે જેમા જોઈ શકાય છે કે ઘરની ઓસરીમાં મુકેલા ખાટલા પર એક કૂતરુ બેસ્યુ છે. પાસે જ એક ઈલેક્ટ્રિક સ્કુટર ઉભુ છે. તેની પાસે એક એક્સટેશન બોર્ડ મુકેલુ છે. જેમા શોર્ટ સર્કિટ થતા આગ લાગી જાય છે. આ આગ ધીરે ધીરે ઈલેક્ટ્રિક સ્કુટર તરફ આગળ વધે છે. એ સમયે કૂતરો પોતાની સમજદારીનો ઉપયોગ કરીને દોડીને એક્સટેશન બોર્ડને ખેંચીને ઈલેક્ટ્રિક સ્કુટરથી તેને જુદુ કરી નાખે છે. ત્યારબાદ આવીને ફરી ખાટલા પર બેસી જાય છે. આ દરમિયાન સાધારણ લાગેલી આગ ઓલવાય જાય છે.
કૂતરાની સૂઝબુઝથી આખા ઘરમાં આગ લાગવાથી બચી જાય છે. શેયર કરવામાં આવેલ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે કેટલો સ્માર્ટ છે કૂતરો. હાલ આ ક્લિયર નથી કે વીડિયો ક્યાનો છે. પણ અત્યાર સુધી તેને 10 લાખ લોકો જોઈ ચુક્યા છે. તેને જોઈને એક યુઝરે શ્વાન માટે લખ્યુ, આ માણસો કરતા વધુ સમજદાર છે. અન્ય યુઝરે લખ્યુ કે સ્માર્ટ કૂતરુ. તેને જાણ થઈ કે આગને રોકવા માટે સર્કિટને હટાવવાની જરૂર છે.