કમલનાથ અને તેમના પુત્ર નકુલનાથના BJPમાં સામેલ થવાની તારીખ નક્કી ? સમર્થક ધારાસભ્યનો મોટો દાવો

શનિવાર, 17 ફેબ્રુઆરી 2024 (15:51 IST)
MP Congress News: મઘ્યપ્રદેશની રાજનીતિમાં કમલનાથને લઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.  આ દરમિયાન કમલનાથના નિકટના ધારાસભ્યએ મોટો દાવો કર્યો છે. સૂત્રોના મુજબ ધારાસભ્યએ દાવો કર્યો કે કમલનાથ અને તેમના પુત્ર નકુલનાથ 19 ફેબ્રુઆરીના રોજ બીજેપીમાં સામેલ થઈ શકે છે. જો કે હજુ સુધી બીજેપી અને કમલનાથની તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. સૂત્રોએ અહી સુધી દાવો કર્યો કે કમલનાથ અને નકુલનાથની સાથે 10 થી 12 ધારાસભ્ય અને એક મેયર પણ કોંગ્રેસ છોડીને બીજેપીમાં સામેલ થઈ શકે છે. 
 
કમલનાથ કેટલા મજબૂત ?
 
-મઘ્યપ્રદેશના સીએમ રહ્યા 
- એમપી વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચુક્યા 
- 1980માં છિંદવાડાથી પહેલીવાર સાંસદ બન્યા 
- નવ વાર છિંદવાડાથી સાંસદ તરીકે પસંદ થયા 
- પત્ની અલ્કા નાથ પણ સાંસદ રહી 
- હાલ પુત્ર નકુલનાથ છિંદવાડાથી સાંસદ છે. 
- એમપી કોગ્રેસના અધ્યક્ષ રહી ચુક્યા 
 
કમલનાથ ને લઈને શુ બોલ્યા દિગ્વિજય સિંહ ?
કમલનાથને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે કહ્યુ કે તેમના બીજેપીમા સામેલ થવાની આશા નથી કરી શકાતી. તેમણે ગાંધી-નેહરુ પરિવારનો ઉલ્લેખ કરતા કહ્યુ કે કમલનાથ હંમેશા સાથે ઉભા રહ્યા છે. આવો વ્યક્તિ બીજેપી સાથે કેવી રીતે જઈ શકે છે 
 
કેમ કોંગ્રેસથી રિસાયા છે કમલનાથ ?
કમલનાથ વિશે એવુ કહેવાય છે કે તેઓ રાજ્યસભા જવા માંગતા હતા. પણ કોંગ્રેસે તેમને ટિકિટ ન આપી. કોંગ્રેસે અશોક સિંહને રાજ્યસભાના ઉમેદવાર બનાવી દીધા. કમલનાથની નારાજગી ત્યારે પણ જોવા મળી જ્યારે તેઓ અશોક સિંહના નામાંકનમાં સામેલ ન થયા.  જો કે જ્યારે પાર્ટીએ અશોક સિંહને ઉમેદવાર બનાવ્યા હતા ત્યારે કમલનાથે અશોક સિંહને શુભેચ્છા આપી હતી. 
 
એ પણ ઉલ્લેખનીય છે કે મઘ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં કમલનાથ જ કોંગ્રેસના સીએમ ચેહરો હતા. પણ પાર્ટીને વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર