ગાયના દૂધ સાથે તેના મૂત્રમાં પણ ઔષધીય ગુણ હોય છે જેને લઈને વિવાદ ખૂબ જૂનો છે. આ દરમિયાન હરિયાણાના એક ડોક્ટરનો વીડિયો ઈંટરનેટ પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે ગાયનુ છાણ ખાતા દેખાય રહ્યો છે. ગાયનુ છાણ ખાતા તે કહે છે કે તેનાથી તન અને મન પવિત્ર થઈ જશે.
ટ્વિટર બાયોના મુજબ મનોજ મિત્તલ વ્યવસાયે એમબીબીએસ એમડી ડોક્ટર છે અને હરિયાણાના કરનાલમાં બાળકોના ચિકિત્સક છે. વીડિયોમાં દેખાય રહ્યુ છે કે તેઓ ગાયનુ છાણ ખાતા તેના ફાયદા બતાવી રહ્યા છે. લોકો આ વીડિયોને શેયર કરતા ખૂબ આનંદ લઈ રહ્યા છે.
— Mr•Jafar. (@Mr_Jafar_) November 15, 2021
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
વાયરલ વીડિયોમાં દેખાઅય રહ્યુ છે કે મનોજ મિત્તલ ગૌશાળામાં છે. તેઓ કહે છે કે ગાયમાંથી મળનારી પંચગવ્યનો એક એક ભાગ માનવજાતિ માટે ખૂબ કિમંતી છે. જો આપણે ગાયના છાણની વાત કરીએ તો મારી મમ્મી હંમેશા એકાદશીના વ્રત પર ગાયનુ છાણ લેતી હતી. ત્યારબાદ છાણ મોઢામાં લેતા તેઓ કહે છે કે જો આપણે એક ચમચી ગાયનુ છાણ ખાઈ લઈએ તો આપણુ તન મન પવિત્ર થઈ જાય છે. આપણી આત્મા પવિત્ર થઈ જાય છે. આ એક વાર આપણા ગર્ભમાં જાય તો આખુ શરીર શુદ્ધ કરી દે છે.