ભાજપ સાથે કામ કરશે કેપ્ટન ?

શુક્રવાર, 19 નવેમ્બર 2021 (13:00 IST)
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાના ત્રણેય કાયદા રદ્દ્ કર્યા તે પછી પંજાબમાં રાજકરણ ગરમાયુ છે. પંજાબના કૃષિ કાયદા કેપ્ટન અમરિંદર સિંહ કહ્યુ સિંહ કૃષિ કાયદા પરત ખેંચતા ખુશી વ્યક્ત કરી. સાથે જ તેમણે જાહેર કરી દીધું કે હવે તેઓ સાથે કામ કરવા માટે ઉત્સુક છે. કેપ્ટનના નિવેદન પણ એ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે 2022માં ભાજપ અને કેપ્ટન એક સાથે પંજાબમાં ચૂંટણી લડવાના છે.
 
કાયદો હટાવ્યા બાદ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેણે ટ્વીટ કરીને કહ્યું, 'શાનદાર સમાચાર! ગુરુનાનક જયંતીના શુભ અવસર પર, દરેક પંજાબીની માંગણીઓ સ્વીકારવા અને 3 કાળા કાયદાને રદ કરવા બદલ PM નરેન્દ્ર મોદીજીનો આભાર. મને ખાતરી છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોના વિકાસ માટે કામ કરતી રહેશે!
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર