PM Modi on Farm Laws: ખેડૂતોના સામે ઝુકી સરકાર, પાછા ખેચશે ત્રણેય કૃષિ કાયદ, પીએમ મોદી બોલ્યા - તપસ્યામાં કમી રહી ગઈ, ખેડૂતો માટે લીધો હતો નિર્ણય

શુક્રવાર, 19 નવેમ્બર 2021 (11:50 IST)
દેશને  સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું, 'આજે હું તમને, આખા દેશને કહેવા આવ્યો છું કે અમે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. આ મહિનાના અંતમાં શરૂ થતા સંસદના સત્રમાં અમે આ ત્રણ કૃષિ કાયદાઓને પરત ખેંચવાની બંધારણીય પ્રક્રિયા પૂર્ણ કરીશું.

તેમણે કહ્યું, 'આજે જ સરકારે કૃષિ ક્ષેત્રને લગતો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઝીરો બજેટ ફાર્મિંગ એટલે કે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા, દેશની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પાકની પેટર્નમાં વૈજ્ઞાનિક રીતે ફેરફાર કરવા, એમએસપીને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા, આવા તમામ વિષયો પર ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા માટે, એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ અર્થશાસ્ત્રીઓના પ્રતિનિધિઓ હશે.
 
અમે અમારી કોશિશ છતા ખેડૂતોને ન સમજાવી શક્યા 
 
પીએમ મોદીએ કહ્યું, 'ખેડૂતોની સ્થિતિ સુધારવાના આ મહાન અભિયાનમાં દેશમાં ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા. જેનો ઉદ્દેશ્ય એ હતો કે દેશના ખેડૂતો, ખાસ કરીને નાના ખેડૂતોને વધુ બળ મળે, તેમને તેમની ઉપજના યોગ્ય ભાવ મળે અને ઉત્પાદન વેચવાના વધુને વધુ વિકલ્પો મળે. દેશના કૃષિ નિષ્ણાતો, ખેડૂત સંગઠનો કરી રહ્યા હતા. તે સતત. અગાઉ પણ ઘણી સરકારોએ આ અંગે વિચારણા કરી હતી.આ વખતે પણ સંસદમાં ચર્ચા થઈ, મંથન થયું અને આ કાયદા લાવવામાં આવ્યા. દેશના ખૂણે ખૂણે અનેક ખેડૂત સંગઠનોએ તેનું સ્વાગત કર્યું અને સમર્થન કર્યું. હું આજે તે બધાનો ખૂબ જ આભારી છું.

હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજનુ નિવેદન 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ, 'અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે ખાસ કરીને નાના ખેડૂતોના કલ્યાણ માટે, દેશના ખેડૂત જગતના હિતમા, દેશના હિતમાં, ગામ ગરીબના ઉજ્જવળ ભવિષ્ય માટે, સંપૂર્ણ્ણ સત્ય નિષ્ઠાથી, ખેડૂતો પ્રત્યે સમર્પણ ભાવથી, સારા ઈરાદાથી કાયદા લઈને આવી હતી. પણ આટલી પવિત્ર વાત, પૂર્ણ રૂપથી શુદ્ધ, ખેડૂતોના હિતની વાત, અમે અમારા પ્રયાસો છતા કેટલાક ખેડૂતોને સમજાવી ન શક્યા. ખેડ્તી અર્થશાસ્ત્રીઓએ, વૈજ્ઞાનિકોએ, પ્રગતીશીલ ખેડૂતોએ પણ તે ખેતી કાયદાના મહત્વને સમજાવવાનો ભરપૂર પ્રયસ કર્યો. 
 
જેને લઈને હરિયાણાના સ્વાસ્થ્ય અને ગૃહ મંત્રી અનિલ વિજે કહ્યુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની ગુરૂ નાનક દેવજીના પ્રકાશ ઉત્સવ પર ત્રણેય ખેતી કાયદા પરત લેવાની જાહેરત પર બધા ખેડૂત સંગઠનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો આભાર પ્રગટ કર્યો અને પોતાની ઘરણા તરત જ ઉઠાવીને પોત પોતાના ઘરે જઈને પોતાના નિયમિત કાર્યોમાં લાગી જવુ  જોઈએ.