કોરોનાની સંભવિત ત્રીજી લહેર નવેમ્બરમાં ચરમ પર પહોંચી શકે છે. આ વાત કોરોના મહામારીના ગણિતીય મૉડલિંગમાં શામેલ એક વૈજ્ઞાનિકએ સોમવારે કહ્યુ કે જો ડેલ્ટાથી વધારે સંક્રામક વાયરસ ઉભરે છે અને સેપ્ટેમ્બરના અંત સુધી પૂર્ણ રીતે એક્ટિવ થઈ જાય છે તો આ નવેમ્બર સુધી પીકમાં હશે. તેમજ સરકારના સૂત્રોએ જણાવ્યુ કે કોરોનાની અત્યારેની સ્થિતિ પર મંગળવારે બેઠક બોલાવી છે. આ રિવ્યૂ બેઠકમાં પીએમઓ, સ્વાસ્થય મંત્રાલય, નીતિ આયોગના ઑફિસર પણ શામેલ થશે. આ બેઠક 3.30 વાગ્યે થઈ.
આઈ આઈ ટી કાનપુરના વૈજ્ઞાનિક મનિદ્ર અગ્રવાલએ કહ્યુ તે સમયે કોરોનાની ત્રીજી લહેરમાં બીજી લહેરના જેમ કેસ નહી આવશે પણ પ્રથમ લહેર જેટલા કેસ આવવાની વધારે શકયતા છે. મનિદ્ર અગ્રવાલા આઈઆઈટી કાનપુરની ત્રણ સભ્ય ટીમનો ભાગ છે. જે કોરોના સંક્રમણના કેસના આંકડાના આધારે પૂર્વાનુમાન લગાવે છે. મનિદ્ર અગ્રવાલએ કહ્યુ કે જો કોઈ ડેલ્ટાથી વધાર સંક્રામનક વેરિએંટ સામે નહી આવે તો હોઈ શકે છે કે કોરોનાની ત્રીજી લહેર આવે પણ નહી.