CBSE 12th Result Live Updates: CBSE 12માનુ પરિણામ જાહેર, પરિણામ અહી ચેક કરો

Webdunia
સોમવાર, 13 જુલાઈ 2020 (14:11 IST)
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) એ 12 નાં પરિણામો જાહેર કર્યા છે. વિદ્યાર્થીઓ આઈવીઆર ટેલિફોન નંબર અને મોબાઇલ એપ્લિકેશનની સાથે સીબીએસઈ વેબસાઇટ www.cbse.nic.in/ પર પણ પરિણામ ચકાસી શકે છે. 400 વિદ્યાર્થીઓના પરિણામ જાહેર થયા નથી. સીબીએસઇ પરિણામોને પછીથી જાહેર કરશે.
 
સીબીએસઇ નેશનલ ઈંફ્રોમેટિક્સ સેન્ટર (એનઆઈસી), ઇન્ફર્મેશન ટેક્નોલોજી, કમ્યુનિકેશન એંડ ઇન્ફર્મેશન ટેકનોલોજી ભારત સરકારના તકનીકી વિભાગ  દ્વારા પરિણામ બતાવે છે. વિદ્યાર્થીઓ www.cbse.nic.in/, www.results.nic.in અને www.cbseresults.nic.in પર પરિણામ ચકાસી શકશે. આ ઉપરાંત શાળાઓને તેમના વિદ્યાર્થીઓની રજીસ્ટર  ઇમેઇલ આઈડી પર પણ પરિણામો મોકલવામાં આવશે.
 
સીબીએસઇનું પરિણામ 2020: આ વખતે 87651 અને 7.35 ટકા વિદ્યાર્થીઓ કમ્પાર્ટમેન્ટ લિસ્ટમાં શામેલ છે. 38686 વિદ્યાર્થીઓ એવા છે જેમના 95 ટકાથી વધુ ગુણ આવ્યા  છે. 157934 વિદ્યાર્થીઓના 90% કરતા વધારે માર્કસ આવ્યા છે. 400 વિદ્યાર્થીઓના પરિણામ જાહેર થયા નથી. સીબીએસઇ પરિણામોને પછીથી જાહેર કરશે. જવાહર નવોદય વિદ્યાલયનું પરિણામ 98.7% પરિણામ આવ્યું છે.  સાથે જ કેન્દ્રિય વિદ્યાલયનું 98.62 ટકા પરિણામ જાહેર કરાયુ છે.
 
સીબીએસઈમાં આ વખતે 88.78 ની સરખામણીએ સીબીએસઇ 12માં આ વર્ષે 88.78% વિદ્યાર્થીઓ પાસ થયા છે. મતલબ કે પરિણામ આ વખતે 5.38% વધુ સારું છે. કુલ નોંધાયેલા 1203595 વિદ્યાર્થીઓમાંથી 1192961 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 1059080 પાસ થયા છે. આ વખતે સીબીએસઇ 12માં છોકરીઓ જીતી છે. છોકરીઓની પાસની ટકાવારી છોકરાઓ કરતા .96 ટકા વધારે છે. ત્રિવેન્દ્રમનો પાસ ટકાવારી સૌથી વધુ 97 97..67 ટકા છે. 

સંબંધિત સમાચાર

Next Article