Twist In Marriage - ફેરા માટે બેસેલા વરરાજાને સાળીએ કર્યો ફોન, પછી એવુ તે શુ થયુ કે દુલ્હન કુંવારી રહી ગઈ અને સાસરિયે વિદાય થઈ નાની બહેન

Webdunia
ગુરુવાર, 4 મે 2023 (12:26 IST)
બિહારના છપરામાં લગ્નનો એક એવો મામલો સામે આવ્યો છે જેને જોઈને બધા હેરાન થઈ ગયા છે.  લગ્ન માટે વરઘોડો લઈને યુવતીના ઘરે પહોંચેલા વરરાજાના પ્રેમ પ્રસંગની સૌથી  સામે પોલ ખુલી  ગઈ જ્યારબાદ ખૂબ બબાલ થઈ. તેમા ચોંકાવનરી વાત એ છે કે પ્રેમિકા અન્ય કોઈ નહી પણ વરરાજાની સાળી જ નીકળી.  પછી શુ હતુ.. જાન આવી મોટી બહેન માટે અને લગ્ન કરાવી દીધા નાની બહેન સાથે. પોલીસ અને સ્થાનીક જનપ્રતિનિધિઓની પહેલથી દુલ્હનની નાની બહેન સાથે દુલ્હે રાજાનુ સિંદૂરદાન કરી જાનૈયાઓને સકુશળ વિદાય આપવામાં આવી.  
 
કન્યા નિરીક્ષણ પછી સ્ટોરીમાં આવ્યુ ટ્વિસ્ટ  
 
આ ઘટના છપરાના માંઝી પોલીસ સ્ટેશન વિસ્તારના ભાભૌલી ગામની છે. મંગળવારે સાંજે છપરા શહેરના બિંટોલીના રહેવાસી જગમોહન મહતોના પુત્ર રાજેશ કુમારની જાન ભાભૌલી ગામ પહોંચી હતી.  દુલ્હન રિંકુ કુમારીના પિતા રામુ બિનએ જાનૈયાઓનુ દરવાજા પર સ્વાગત કર્યું. બેન્ડ બાજા  સાથે હાસ્ય અને ઉમંગ સાથે દ્વારપૂજા વિધિ સંપન્ન થઈ હતી. આ પછી સેંકડો લોકોની હાજરીમાં વરમાળાનો કાર્યક્રમ હતો પરંતુ મોડી રાત્રે કન્યા નિરીક્ષણ વિધિ બાદ મામલો વધુ વણસી ગયો હતો.
 
છત પર ચઢી ગઈ દુલ્હનની બહેન, વરરાજાને ફોન કરી આપી ધમકી 
જેવી કે માહિતી મળી રહી છે કે દુલ્હનની નાની બહેન પુતુલ કુમારી ચૂપચાપ અગાશી પર ચઢી ગઈ અને છત પરથી વરરાજાને મોબાઈલ ફોન કરીને ધમકી આપી કે જો તમે મારી સાથે લગ્ન નહી કરો તો હુ અગાશી પરથી કૂદીને મારો જીવ આપી દઈશ.  પરિસ્થિતિને જોઈને વરરાજાએ જલ્દી જલ્દી કન્યા નિરીક્ષણ પછી પોતાના પરિવારના લોકો અને સંબંધીઓને પાછા બોલાવી લીધા.  બગડતી પરિસ્થિતિ વચ્ચે બંને પક્ષ વિવાદ થતા વાત મારપીટ સુધી પહોચી ગઈ.   
 
બગડતી પરિસ્થિતિ વચ્ચે સ્થાનીક લોકોએ માંઝી પોલીસ સ્ટેશન અને જનપ્રતિનિધિને સૂચના આપી. જ્યારબાદ મોડી રાત સુધી વર અને વધૂ પક્ષ વચ્ચે સમજાવવાની કોશિશ ચાલતી રહી.  સ્થાનિક પોલીસ અને જનપ્રતિનિધિએ વચ્ચે પડીને મોડી રાત્રે દુલ્હનની મંજુરી લઈને નાની બહેન સાથે વિવાહ સંપન્ન કરાવ્યા. 
 
આ રીતે થઈ હતી પુતુલ સાથે મુલાકાત 
 
ઉલ્લેખનીય છે કે પુતુલ કુમારી અને રાજેશ એક બીજાને પહેલાથી જ જાણતા હતા. પુતુલની મોટી બહેન રિંકૂ રાજેશના લગ્ન નક્કી થઈ ગયા હતા અને 2 મે 2023ના રોજ લગ્નની તારીખ નીકળી હતી.  પુતુલની ઈંટરમીડિએટની પરીક્ષા છપરાના કોઈ કોલેજમાં થઈ રહી હતી આ દરમિયાન પુતુલની પોતાના થનારા જીજાજી રાજેશ સાથે સતત મુલાકાત થવા માંડી.  બંને ફોન પર પણ કલાકો વાતો કરતા હતા. જ્યારબાદ બંને વચ્ચે પ્રેમ પ્રસંગ શરૂ થયો. પુતુલ પોતાના પ્રેમી રાજેશને બહેન સાથે લગ્ન કરતા ન જોઈ શકી અને લગ્નના કાર્યક્રમ દરમિયાન જ આત્મહત્યા કરવાની ધમકી આપી દીધી જ્યારબાદ રાજેશ ગભરાઈ  ગયો અને તેને પરિવારને બધી વાત બતાવી દીધી.  દુલ્હનની મંજુરીથી બંને પરિવારે પરસ્પર સમજૂતીથી તેમના લગ્ન કરાવી દીધા

સંબંધિત સમાચાર

Next Article