Kedarnath Yatra: વરસાદ અને હિમવર્ષાના કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે

બુધવાર, 3 મે 2023 (11:37 IST)
ઉત્તરાખંડના પર્વતીય વિસ્તાતોમાં ભારે વરસાદ અને બરફ પડવાથી કેદારનાથ ધામની યાત્રા (Kedarnath Yatra) ને આજે સંપૂર્ણ રીતે રોકી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેદારનાથમા ઋતુનો સતત બદલતો મિજાજ મુસફરોના આરોગ્ય પર ભારે પડી રહ્યો છે. સાથે જ પહેલાથી જ ઓનલઈન રજીસ્ટ્રેશન કરાવી ચુકેલા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં કેદારનાથ પહોચીને સરકાર માટે મુસીબત ઉભી કરી રહ્યા છે. 

 
મળતી માહિતી મુજબ, ખરાબ હવામાનમાં ક્ષમતાથી વધુ યાત્રાળુઓ માટેની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. જેના કારણે પોલીસ પ્રશાસને 3જી મેના રોજ કેદારનાથ ધામની મુલાકાત પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. ઋષિકેશ સહિત ગૌરીકુંડ સોનપ્રયાગમાં મુસાફરોને રોકવામાં આવી રહ્યા છે, સ્થિતિ એવી છે કે 3 ધામની યાત્રા કરી ચૂકેલા મુસાફરો કેદારનાથ યાત્રાની રાહ જોઈને મુસાફરીના માર્ગો પર અટવાઈ પડ્યા છે અને પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર