LIVE : કિશોરી સાથે રેપ મામલે આસારામને આજીવન કેદની સજા અને અન્ય દોષીઓને 20-20 વર્ષની સજા

Webdunia
બુધવાર, 25 એપ્રિલ 2018 (14:49 IST)
કિશોરી સાથે રેપના મામલે દોષી આસારામને જોધપુરની કોર્ટે આજીવન કેદની સજા અને અન્ય બે દોષીઓને 20-20 વર્ષ કેદની સજા સંભળાવી છે.  આ પહેલા તેણે પૉક્સો મતલબ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ એક્ટ અને આઈપીસીની અન્ય ધારાઓ હેઠળ દોષી ઠેરવ્યા હતા. આ મામલે બે અન્ય આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.  આસારામ પર આજે આવનારા નિર્ણયને લઈને સરકારે જોરદાર તૈયારી કરી હતી.  સમગ્ર જોધપુરમાં ધારા 144 લગાવવામાં આવી અને ખૂણે ખૂણે પોલીસની હાજરી રહી. 
 
લાઈવ અપડેટ 
 
2.30 PM: આસારામને રેપ મામલે આજીવન કેદની સજા 
 
 
02.25 PM: આસારામના સમર્થકની ધરપકડ કરવામાં આવી. રેપના દોષીઓના સમર્થનમાં નારેબાજી કરી રહ્યા હતા. 
 
02.20 PM: કોઈપણ સમયે નિર્ણય આવી શકે છે. જજે નિર્ણય વાંચવો શરૂ કર્યો. 
 
01.47 PM: જોધપુર સેંટ્રલ જેલ પ્રાંગણની બહાર અચનક હલચલ શરૂ થઈ ગઈ. પોલીસના તમામ મોટા અધિકારી જેલમાંથી બહાર આવ્યા. જેલની બહાર સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી રહી છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ 15 મિનિટ પછી સજાનુ એલાન થઈ શકે છે. 
 
01.45 PM: આજે કોર્ટની કાર્યવાહી વધુ સમય સુધી ચાલશે. સામાન્ય દિવસોમાં કોર્ટ ફક્ત બપોરે 01.30 વાગ્યા સુધી જ ચાલે છે. જોધપુરમાં સુરક્ષાની દ્રષ્ટિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
12.43 PM: આસારામને હોસ્પિટલ નહી મોકલવામાં આવે. એંબુલેંસ અને મેડિકલ સ્ટાફ પરત મોકલવામાં આવ્યો. 

સંબંધિત સમાચાર

Next Article