દલિત જમાઈની નિર્દયતા પૂર્વક હત્યા મામલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યુ છે તો બીજી બાજુ તેલંગાનામાં આવો જ એક વધુ મામલો સામે આવ્યો છે. ખોટી શાન માટે એક સસરાએ પોતાની પુત્રી અને જમાઈ પર રસ્તા પર જ હુમલો કર્યો. યુવતીનો કસૂર એટલો જ હતો કે તેણે દલિત યુવક સાથે લગ્ન કરી લીધા હતા.
માહિતી મુજબ માધવી(22) અને બી.સંદીપ (22) પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતા. જ્યારપછી 12 સપ્ટેમ્બરના રોજ એ બંનેયે લગ્ન કરી લીધા. યુવતીના પિતા મનોહર શેટ્ટી આ લગ્નથી નારાજ હતા. તેમને બહાનાથી પોતાની પુત્રી અને જમાઈને મળવા માટે બોલાવ્યા. આ દરમિયાન શેટ્ટીએ દાંતરડા વડે નવદીપ પર હુમલો કર્યો. જ્યારે માધવીએ તેમને રોકવાની કોશિશ કરી તો તેના પિતાએ તેમના પર પણ હુમલો કર્યો. બંનેની હાલત ગંભીર બતાવાય રહી છે.
આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમા પિતા પોતાની પુત્રી અને જમાઈ પર હુમલો કરતા દેખાય રહ્યા છે. એસીપી વિજય કુમારે જણાવ્યુ કે શેટ્ટીએ સંદિપને ફોન કર્યો અને કહ્યુ કે તેને પોતાની પુત્રીની ખૂબ યાદ આવી રહી છે. તેણે એ બંન્નેને એસઆર નગરમાં એક ઓટોમોબાઈલ શોરૂમ પાસે બોલાવ્યા. જ્યા તેમના પર ધારદાર હશિયારથી હુમલો કરવામાં આવ્યો. પોલીસ મુજબ દંપત્તિએ 12 સપ્ટેમ્બરના રોજ લગ્ન કર્યા પછી એસઆર નગર પોલીસ મથક જઈને મદદની માંગણી પણ કરી હતી. હુમલા પછીથી જ આરોપી ફરાર છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.