Jammu Bus Accident: જમ્મુમાં મંગળવારે એક મોટો અકસ્માત થયો હતો. અમૃતસરથી કટરા જઈ રહેલી બસ ઝજ્જર કોટલી ખાતે ઊંડી ખીણમાં પડી હતી, જેમાં 10 લોકોના મોત થયા હતા અને અનેક મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. SDRF અને જમ્મુ-કાશ્મીર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. મૃતકોમાં બિહારના લાખી સરાય અને બેગુસરાય જિલ્લાના લોકોનો સમાવેશ થાય છે.