weather update- સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ, આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી

મંગળવાર, 30 મે 2023 (08:48 IST)
આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી
ગાંધીધામમાં પવન અને ગાજવીજ સાથે વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે. સૌરાષ્ટ્રના પણ કેટલાંક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં બોટાદ, ભાવનગર, ગોંડલમાં ભારે પવન સાથે ધૂળની ડમરી સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તેમજ રાજ્યમાં આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યુ છે. જેમાં ઘણાં વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદ ,મહેસાણા ,પાટણ સાબરકાંઠા ,બનાસકાંઠા વરસાદની આગાહી કરી છે.સૌરાષ્ટ્રના જામનગર,મોરબી,ભાવનગર, કચ્છ, બોટાદ સહિત ભારે વરસાદની આગાહી કરી છે.  
 
રાજ્યમાં વરસાદને કારણે 6 લોકોના મોત
રાજ્યમાં રવિવારે વરસાદને કારણે ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં જનજીવન પણ પ્રભાવિત થયું છે. પાટણમાં પવન સાથે વરસાદથી બે લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. જ્યારે છોટાઉદેપુરના સંખેડામાં વીજળી પડતા બે યુવકોના મોત થયા છે. 
 
ભારે પવન સાથે વરસાદ આગાહી
અમદાવાદના ચાંદખેડામાં 3 ઈંચ વરસાદ સાથે ગોતા અને સરખેજમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. તથા મણિનગર, ચાંદલોડિયા અને વટવામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને જોરદાર પવન સાથે વરસાદનો રાઉન્ડ જોવા મળ્યું હતું. રાજ્યમાં ચોમાસાની જાણે શરૂઆત થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. એવું અનુમાન લાગવામાં આવી રહ્યું છે કે, હવે આ ઉનાળાનો છેલ્લો તબક્કો છે અને ત્યારબાદ વરસાદના પગલે કાળઝાર ગરમીમાંથી લોકોને રાહત મળી શકે છે. જોકે હવામાન વિભાગની આગાહી છે કે આજથી આગામી 2 દિવસમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ આગાહી કરવામાં આવી છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર