IPL 2023 Final Updates: CSK એ જીતી પાંચમી IPL ટ્રોફી, જડેજાએ અંતિમ બોલમાં જીતાડી મેચ

મંગળવાર, 30 મે 2023 (02:01 IST)
IPL 2023 Final Live Updates: IPL 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થયો. ચેન્નઈ સુપર કિંગ્સે આ મેચ 5 વિકેટે જીતી લીધી હતી. આ જીત સાથે CSK એ તેનું 5મું IPL ટાઇટલ પણ જીત્યું છે. સીએસકેએ એમએસ ધોનીની કપ્તાનીમાં આ તમામ ખિતાબ જીત્યા છે. બંને ટીમો વચ્ચે રમાયેલી આ રોમાંચક ફાઈનલ મેચમાં રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બે બોલમાં એક સિક્સર અને એક ફોર ફટકારીને મેચ જીતી લીધી. આ સાથે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સૌથી વધુ IPL ટાઇટલ જીતવાના મામલે રોહિતની બરાબરી કરી લીધી છે.

 
રોહિતે તેની કેપ્ટનશિપમાં પાંચ વખત મુંબઈને વિજેતા બનાવ્યું છે. હવે ધોનીએ પણ ચેન્નાઈને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું છે. ચેન્નઈ આ પહેલા 2010, 2011, 2018 અને 2021માં ટાઈટલ જીત્યું હતું.
 
CSKને મળ્યો 215 રનનો ટાર્ગેટ 
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 214 રન બનાવ્યા હતા. સાંઈ સુદર્શને 96 અને રિદ્ધિમાન સાહાએ 54 રન બનાવ્યા હતા. બીજા દાવમાં વરસાદ શરૂ થયો. ચેન્નાઈને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમે 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને અહીં પહોંચી હતી. જ્યારે ગુજરાત ટાઇટન્સે બીજા ક્વોલિફાયરમાં મુંબઈ સામેની મેચ જીતીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.  બીજા દાવમાં વરસાદ શરૂ થયો. ચેન્નાઈને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમે 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
 
 
હેડ ટુ હેડ માં કેવો છે રેકોર્ડ 
 
આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેના  રેકોર્ડના આંકડાની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે કુલ 4 મેચ રમાઈ છે. જ્યાં ગુજરાત ટાઇટન્સનો હાથ ઉપર છે. ગુજરાતે ચેન્નઈ સામે રમાયેલી 4માંથી ત્રણ મેચ જીતી છે. CSKની વાત કરીએ તો, તેઓએ ગુજરાત ટાઇટન્સને માત્ર એક જ વાર હરાવ્યું છે. જોકે જે મેચમાં તેણે જીટીને કચડી નાખ્યુ હતુ એ જ મેચ જીતીને તેમની ટીમ આ વર્ષની ફાઈનલમાં પહોંચી ગઈ છે.
 
બંને ટીમના પ્લેઈંગ ઈલેવન 
 
ગુજરાત ટાઇટન્સ: રિદ્ધિમાન સાહા (વિકેટમાં), શુભમન ગિલ, સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા (સી), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી
 
ચેન્નાઈ સુપર કિંગ્સ: રૂતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (સી, વિકે), દીપક ચાહર, તુષાર દેશપાંડે, મહેશ તિક્ષાના, મતિષા પથિરાના

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર