Mahashivratri 2024 - શિવરાત્રી તો દર મહિને આવે છે, પણ મહાશિવરાત્રી વર્ષમાં એક જ વાર આવે છે

Webdunia
શિવરાત્રી તો દર મહીને આવે છે. પરંતુ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ કરીને  ઓમ નમઃ શિવાના અખંડ પાઠ કરી શિવલીંગ પર બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્‍ન કરે છે.

મહા શિવરાત્રી પર્વ સાથે હરણ અને પારધીની પૌરાણીક માન્‍યતા જગપ્રસિધ્‍ધ છે. એમાં પણ હરણ પરિવારની મુકિત અને પારધીની પાપમુકિતમાં ભગવાન શિવનો કલ્‍યાણભાવ જોવાય છે.
Bel patra


શિવભકતોમાં અનેરું  મહત્વ ધરાવતી આ મહાશિવરાત્રીના વેળાએ શિવરાત્રીનું રહસ્‍ય અનોખું છે. કહેવાય છે કે ભગવાન વિષ્‍ણુ અને બ્રહ્મા  શ્રેષ્ઠતા અંગેનું વાકયુધ્‍ધ થતા તે યુધ્‍ધને અટકાવવા માટે ભગવાન શંકર અગિ્ન મહાલીંગ તરીકે ત્‍યાં સ્‍થાપીત થયા. જેનું મુળ પાતાળથી પણ નીચે અને બ્રહ્માંડથી ઉપર સુધી હોવાથી તેનો તાગ મળતો નહતો. ભગવાન વિષ્‍ણુ પાતાળથી બ્રહ્માંડ સુધી ફરી વળ્‍યા. પરંતુ લીંગનો તાગ મળ્‍યો નહી. જયારે ભગવાન બ્રહ્મા બ્રહ્માંડની ઉપર સુધી ગયા પરંતુ તેને તાગ ના મળ્યો છતાં તે  ખોટુ બોલ્‍યા કે તેને લીંગનો તાગ મળી ગયો છે.

આથી ભગવાન બ્રહ્માને દંડ આપવા  અગિ્નસ્‍તંભ (લીંગ)માંથી ભગવાન શંકર પ્રગટ થયા અને જે પાંચમાં મુખેથી બ્રહ્મા અસત્‍ય બોલેલા તે મુખ કાપી નાંખ્‍યું. ત્‍યારે ભગવાન બ્રહ્મા અને વિષ્‍ણુએ શિવજીનું પુજન કર્યુ.

બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રી ગણવાથી તેને મહાશિવરાત્રી નામ અપાયું. આમ મહાશિવરાત્રીનો તહેવાર  એ શિવભકતો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે.

જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે મહાશિવરાત્રી. ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે. સાત્‍વીક સહજ ભકિતથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે. બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે.

Shiva Worship

દુષ્ટ, દુરાચારી, વિદ્રોહીઓના મારક છે. સત્‍ય, સંયમ, સાત્‍વીકતાના તારક છે. દૈત્‍ય સેનાના સંહારક છે. શંખ, ડમરૂ, ત્રિશુલ ધારક છે. ભુતનાથ, ભૈરવાદી રૂદ્રોના પતિ અને સાધુ-જોગીઓના સ્‍વામી અને ભકતોના ઉપકારક છે.

ભગવાન શ઼કરને અતિમાન કે અભિમાની મંજુર નથી. તેત્રીસ કરોડ દેવતાઓને વશમાં કરનાર રાવણની ત્રણ ઇચ્‍છા પણ અભિમાનના કારણે જ ભગવાન શંકરે પુરી  કરી નહોતી.   ‘વૈરાગ્‍ય શતક'ના રચયીતા ભૃતહરીની પણ પરીક્ષા લેવામાં ભગવાન શંકરે બાકી રાખ્‍યું ન હતું. રાજા ભૃતુહરી સર્વસ્‍વ ત્‍યાગીને ફકીર બન્‍યો. સંત બન્‍યો, એક પછી એક વસ્‍તુઓનો ત્‍યાગ કરતા ગયા. પરંતુ વૈરાગ્‍યનું અભિમાન જયાં સુધી રહયું ત્‍યાં સુધી ભગવાન શંકર દુર જ રહયા.

ભકતને ભકિતનું જયાં સુધી અભિમાન રહે ત્‍યાં સુધી ભગવાન શિવને ભકિત, પુજા, ઉપાસના સ્‍વીકાર્ય બનતા નથી અને એ જ બ્રહ્માંડનો સર્વકાલીન યમનિયમ છે.

8 માર્ચ શુક્રવારે  પવિત્ર પર્વ મહાશિવરાત્રીનો અનેરો અવસર છે 


મહાશિવરાત્રી પર્વના આ દિને પૃથ્વી પરના આ તમામ શિવલીંગોમાં રૂદ્રનો અંશ હોય છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે. માતા મહાલક્ષ્મીના અધિષ્ઠાત્રા મહાદેવ છે. આથી મહાશિવરાત્રીએ શિવપુજન આયુષ્‍યની સાથે ઐ ヘર્ય પણ આપે છે.

જન્‍મના ગ્રહોના દ્રારિદ્રય યોગ શિવરાત્રીએ શિવપુજનથી દુર થાય છે. આ પર્વના દિને તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્‍યમાં હોય છે. આથી આ દિવસે મહારૂદ્રનો હોમાત્મક પાઠ સોમયજ્ઞનું ફળ આપે છે.

આમ મહાશિવરાત્રી પર્વ ભગવાન શિવના ભકતો માટે અનેરૂ અને અદકેરૂ મહાત્‍મય ધરાવે છે. ભારતભરના શિવાલયોમાં ગુંજી ઉઠશે હર હર મહાદેવનો નાદ...

‘જય ભોલેનાથ.... જય હો પ્રભુ...

સબસે જગત મેં ઉંચા હૈ તું...'

સંબંધિત સમાચાર

Next Article