આજકાલ જે રીતે છોકરીઓ એમના જીવનસાથી માટે સપના સજાવે છે. એ જ રીતે છોકરાઓ પણ આ વાતને લઈને બેચેન થઈ જાય છે . દરેક પ્રુરૂષ એમની ભાવિ પત્નીમાં કેટલીક ખાસ વાતો જરૂર શોધે છે. આવો જાણીએ પુરૂષ ભાવિ પત્ની અંદર કયાં-કયાં જોવા માંગે છે
1. દરેક પુરૂષ ઈચ્છે છે કે એની ભાવિ પત્ની તેને સમજી શકે. એવુ ન બને કે જ્યારે તેનો ખરાબ સમય આવે ત્યારે તેને દોષી સમજે. એ ઈચ્છે છે કે તેની ભાવિ પત્ની પતિની ટેવ અને શોખને સમજે.
2. પત્ની જો એમના પતિથી નારાજ છે તો ઘરની વાતને ઘર સુધી જ સીમિત રાખે. પણ જો એ ગુસ્સામાં વાતને પરિવારના લોકો અને પાડોશીઓ કે મિત્રોમાં ફેલાવે છે તો પતિ માટે આ નાટક સહેવું થોડું અઘરું થઈ જાય છે.
3. મહિલાઓ તો ખોટુ બોલવુ સહન કરી જાય છે પણ પુરૂષોને ખોટુ સહેવાની સહેવાની ટેવ હોતી નથી એ ક્યારે પણ નહી ઈચ્છે કે તેમની પત્ની તેમનાથી કોઈપણ વાત છિપાવે કે ખોટુ બોલે.
4. છોકરાઓ ઈચ્છે છે કે જ્યારી થાકેલા હોય તો પત્ની પોતાના હાથથી ભોજન બનાવી એમના માટે સર્વ કરે અને એમના હાલ-ચાલ પૂછે.
5. આજની મોર્ડન છોકરીઓ કિચનમાં થોડા ઓછો સમય ગાળવો પસંદ કરે છે એમના માટે કુકિંગ સમય બરબાદ કરવા જેવું હોય છે. પણ પુરૂષોને તો ઘરે પત્નીનાના હાથનું બનેલું ભોજન જ પસંદ આવે છે તેથી પુરૂષ હમેશા એવી છોકરીઓ શોધે છે જે ભોજન બનાવવામાં એક્સપર્ટ હોય.
6. પુરૂષોને પણ સારું લાગે છે કે કોઈ તેમને રોમાંટિક ડિનર પર લઈ જાય કે પછી મેસેજથી વાતો કરે. માત્ર એક સાથે ટીવી જોવાથી કે સાથે સૂવાથી રોમાંસ જાગતો નથી. ઘણા પુરૂષ ઘરની બહાર સમય ગાળે છે કારણકે બીવી બોરિંગ કે આળસુ હોય છે.
7. છોકરાઓ બધી વાતો ધ્યાનથી સાંભળે છે અને સમજે છે આથી એ ઈચ્છે છે કે એમની પાર્ટનર પણ એમને સાંભળે.
8. પતિઓને એવી પત્ની કદાચ નહી ગમે જે ઘરની શાંતિ ભંગ કરે છે. પતિ થાકેલો ઘરે આવે અને એ એમના પાડોશીઓની ગોસિપિંગ લઈને બેસી જાયે એવી પત્ની તેમને ગમતી નથી.