વિનેશ ફોગાટે કુસ્તીમાંથી લીધો સન્યાસ, ટ્વીટ કરીને લખ્યું મા કુશ્તી મેરે સે.....

Webdunia
ગુરુવાર, 8 ઑગસ્ટ 2024 (08:45 IST)
ભારતીય મહિલા કુસ્તીબાજ એથ્લેટ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ મેચ પહેલા 7 ઓગસ્ટના રોજ ગેરલાયક ઠેરવવામાં આવી હતી. મેડલ મેચ પહેલા વિનેશનું વજન નિર્ધારિત મર્યાદા કરતા 100 ગ્રામ વધુ હતું, ત્યારબાદ મેચ અધિકારીઓએ તેને અયોગ્ય ઠેરવી હતી. વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ નિર્ણય બાદ વિનેશને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હવે તેણે અચાનક એક મોટો નિર્ણય લઈને કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને તમામ ફેંસને ચોંકાવી દીધા છે.
 
માં કુશ્તી મારી સામે  જીતી ગઈ 
વિનેશ ફોગાટે તેની નિવૃત્તિની જાહેરાત કરતી વખતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું અને લખ્યું કે માં કુશ્તી મારી સામે  જીતી ગઈ  હું હારી ગઈ  માફ કરજો, તમારું સપનું, મારી હિંમત, બધું તૂટી ગયું છે, મારી પાસે આનાથી વધુ તાકાત નથી. ગુડબાય રેસલિંગ 2001-2024. હું હંમેશા આપ સૌની ઋણી રહીશ, માફ કરશો.  ઉલ્લેખનીય છે કે વિનેશ ફોગાટે આ ઈવેન્ટમાં પોતાના શાનદાર પ્રદર્શનથી મેડલ ઈવેન્ટમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું, પરંતુ તેનું વજન માત્ર 100 ગ્રામ વધુ હોવાથી તેને અયોગ્ય ઠેરવવામાં આવી હતી. વિનેશે પોતાનું વજન નિર્ધારિત મર્યાદા સુધી ઘટાડવા માટે ઘણા પ્રયત્નો પણ કર્યા હતા, જેમાં તેણે મેચની એક રાત પહેલા જોગિંગ અને સાયકલીંગ પણ કર્યું હતું, પરંતુ તેમ છતાં તેનું વજન 100 ગ્રામ જેટલું હતું.

<

माँ कुश्ती मेरे से जीत गई मैं हार गई माफ़ करना आपका सपना मेरी हिम्मत सब टूट चुके इससे ज़्यादा ताक़त नहीं रही अब।

अलविदा कुश्ती 2001-2024

आप सबकी हमेशा ऋणी रहूँगी माफी

— Vinesh Phogat (@Phogat_Vinesh) August 7, 2024 >
વિનેશે CASમાં  કરી અપીલ  
વિનેશ ફોગાટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સમાં અપીલ કરી છે. તેણે પોતાની ગેરલાયકાત સામે અપીલ કરી છે. ધી કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે રમતગમત સંબંધિત વિવાદોનું નિરાકરણ કરે છે. તેનું મુખ્ય મથક સ્વિટ્ઝર્લેન્ડમાં છે અને તેની સ્થાપના 1984માં થઈ હતી. વિનેશ ફોગાટે CASને તેને સંયુક્ત સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી છે, જેના પર નિર્ણય લેવાનો બાકી છે.

સંબંધિત સમાચાર

Next Article