Lok Sabha Election Dates 2024 :7 ચરણોમાં થશે લોકસભા ચૂંટણી, 19 એપ્રિલથી વોટિંગ, 4 જૂનના રોજ પરિણામ

Webdunia
શનિવાર, 16 માર્ચ 2024 (14:41 IST)
Press Conference by Election Commission of India
 લોકસભા ચૂંટણી 2024 માટે આજે બપોરે 3 વાગે તારીખોની જાહેરાત કરવામાં આવશે. ચૂંટણી પંચે શુક્રવારે એક્સ હેંડલ પર આ માહિતી આપી હતી. શક્યતા બતાવાય રહી છે કે આ વખતે લોકસભા ચૂંટણી 7 થી 8 ચરણોમાં થઈ શકે છે.   ઉલ્લેખનીય છે કે વર્તમાન સરકારનો કાર્યકાળ 16 જૂનના રોજ ખતમ થવાનો છે. અગાઉની લોકસભા ચૂંટની કાર્યક્રમની જાહેરાત 10 માર્ચના રોજ થઈ હતે. આ ચૂંટણી સાત ચરણોમાં થયો હતો અને મતદાન 11 એપ્રિલથી શરૂ થઈ હતી. વોટોની ગણતરી 23 મે ના રોજ થઈ હતી. 


                                           ગુજરાત લોકસભા ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ . 
ચૂંટણી જાહેર થયાની તારીખ    16 માર્ચ 2024 
જાહેરનામુ પ્રસિદ્ધ થયાની તારીખ    12 એપ્રિલ 2024 
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ         19 એપ્રિલ 2024 
ફોર્મ ચકાસવાની તારીખ      20 એપ્રિલ 2024 
ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ     22 એપ્રિલ 2024 
મતદાન તારીખ   7  મે 2024 
મતગણતરીની તારીખ     4 જૂન 2024 
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ   ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ  

 

 
બિહારમાં 7 તબક્કામાં મતદાન
કુલ બેઠકો- 40
 
પ્રથમ તબક્કો (એપ્રિલ 19) – 4 બેઠકો
બીજો તબક્કો (26 એપ્રિલ) – 5 સીટો
ત્રીજો તબક્કો (7 મે) – 5 બેઠકો
ચોથો તબક્કો (13 મે) – 5 બેઠકો
પાંચમો તબક્કો (20 મે) – 5 બેઠકો
છઠ્ઠો તબક્કો (25 મે) – 8 બેઠકો
સાતમો તબક્કો (1 જૂન) -8 બેઠકો
પરિણામો-(4 જૂન)
 
 
ત્રીજા તબક્કાથી સાતમા તબક્કા સુધી યુપીમાં કેટલી બેઠકો પર થશે મતદાન?
 
ત્રીજો તબક્કો: 7 મે (10 બેઠકો)
ચોથો તબક્કો: 13 મે (13 બેઠકો)
પાંચમો તબક્કો: 20 મે (14 બેઠકો)
છઠ્ઠો તબક્કો: 25 મે (14 બેઠકો)
સાતમો તબક્કો: 1 જૂન (13 બેઠકો)
 
 
યુપીમાં બીજો તબક્કોઃ 26 એપ્રિલે 8 બેઠકો પર ચૂંટણી
1. અમરોહા
2. મેરઠ
3. બાગપત
4. ગાઝિયાબાદ
5. ગૌતમ બુદ્ધ નગર
6. બુલંદશહર
7. અલીગઢ
8. મથુરા
 
યુપીની 8 સીટો પર 19 એપ્રિલે ચૂંટણી થશે 
1. સહારનપુર
2. કૈરાના
3. પીલીભીત
4. રામપુર
5. મુઝફ્ફરનગર
6. નગીના
7. બિજનૌર
8. મુરાદાબાદ
 
 
 
યુપી અને બિહારમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે
ચૂંટણી પંચે કહ્યું કે યુપી અને બિહારમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે.


7 ચરણોમાં થશે લોકસભા ચૂંટણી, 19 એપ્રિલથી વોટિંગ, 4 જૂનના રોજ પરિણામ 
 
પ્રથમ તબક્કો - 19 એપ્રિલ 
બીજો તબક્કો - 26 એપ્રિલ 
ત્રીજો તબક્કો - 7 મે 
ચોથો તબક્કો - 13 મે 
પાંચમો તબક્કો - 20 મે 
છઠ્ઠો તબક્કો - 25 મે 
સાતમો તબક્કો - 1 જૂન
ગુજરાત લોકસભા ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ 


વર્તમાન સરકારનો કાર્યકાળ ક્યારે પુરો થઈ રહ્યો છે. 
વર્તમાન સરકારનો કાર્યકાળ 16 જૂનના રોજ ખતમ થવાનો છે. 

03:49 PM, 16th Mar
કોઈપણ સંજોગોમાં મની પાવરનો દુરુપયોગ નહીં: મુખ્ય ચૂંટણી કમિશનર
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે મની પાવરનો દુરુપયોગ કોઈપણ સંજોગોમાં થવા દેવામાં આવશે નહીં. સુરક્ષા કર્મચારીઓને આ અંગે કડક સૂચના આપવામાં આવી છે.
 
ચૂંટણી પંચ કોઈપણ પ્રકારની ભેટ આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરે છે
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, કોઈપણ પ્રકારની ભેટ આપવા પર સ્પષ્ટપણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
 
- ફરિયાદ મળતાની સાથે જ ટીમ 100 મિનિટમાં સ્થળ પર પહોંચી જશે
જો કોઈને સી-વિજીલ એપમાં ફરિયાદ કરવી હોય તો ક્યાંક પૈસા કે ભેટ વહેંચવામાં આવી રહી છે. ફક્ત એક ફોટો લો અને અમને મોકલો. અમને ખબર પડશે કે તમે ક્યાં ઉભા છો. 100 મિનિટમાં તેની ટીમ મોકલીને ફરિયાદનું નિરાકરણ કરશે.
 
- 85 વર્ષથી વધુ વયના મતદાતા માટે ઘરેથી વોટિંગની સુવિદ્યા 
 મુખ્ય ચૂંટણી પ્રમુખ રાજીવ કુમારે કહ્યુ કે 85 વર્ષથી વધુ વયના મતદાતા માટે ઘરેથી વોટ કરવાની સુવિદ્યા રહ્શે. બૂથ પર આવવા ઈચ્છે તો આવી શકે છે 
 
-પૈસા વહેંચવાનો કેસ છે  તો ફોટો ખેંચો અને ચૂંટણીપંચને મોકલી આપો - મુખ્ય ચૂંટણી પ્રમુખ 
 મુખ્ય ચૂંટણી પ્રમુખ રાજીવ કુમારે કહ્યુ કે ક્યાય પણ પૈસા વહેંચવાનો કેસ છે તો ફોટો ખેચો અને ચૂંટણી પંચને મોકલી આપો. 100 મિનિટની અંદર ટીમ મોકલીને ચૂંટણી પંચ સમસ્યાનુ નિરાકરણ કરશે. 
 
- કોણ નાખી શકશે વોટ ?
મુખ્ય ચૂંટણી પ્રમુખ રાજીવ કુમારે કહ્યુ કે 1 એપ્રિલ 2024 સુધી જેની વય 18 વર્ષની થઈ જશે તે જરૂર વોટ નાખશે. 
 
વોટર્સને શુ શુ સુવિદ્યાઓ મળશે ?
મુખ્ય ચૂંટણી પ્રમુખ રાજીવ કુમારે કહ્યુ પીવાનુ પાણી, ટોયલેટ્સ રેપ વ્હીલચેયર હેલ્પ ડેસ્ક, વોટર ફેસિલિટેશન સેંટર, શેડ્સ અને પર્યાપ્ત રોશનીની સુવિદ્યા મળશે. 
 

03:40 PM, 16th Mar
- હિંસાનુ કોઈ સ્થાન નથી, અપરાધિક રેકોર્ડવાળા ઉમેદવારે કરવુ પડશે આ કામ - રાજીવ કુમાર 
 
મુખ્ય ચૂંટણી પ્રમુખ રાજીવ કુમારે કહ્યુ કે ચૂંટણીમાં હિંસાનુ કોઈ સ્થાન નથી. તેનાથી બચવા માટે કડકાઈથી અમલ થશે. દરેક જીલ્લામાં કંટ્રોલ રૂમ બનાવી ગયુ છે. કોઈપણ ઉમેદવારનો અપરાધિક રેકોર્ડ તો તેને 3 વાર છાપા અને ટીવીમાં બતાવવુ પડશે.  રાજકીય પક્ષે પણ સમજાવવું પડશે કે તે શા માટે તેમને ટિકિટ આપી રહી છે. અમારું વચન રાષ્ટ્રીય ચૂંટણી એવી રીતે કરાવવાનું છે કે ભારત વૈશ્વિક સ્તરે ગૌરવ અનુભવે. કંટ્રોલ રૂમમાં એક વરિષ્ઠ અધિકારી હંમેશા હાજર રહેશે. ફરિયાદ મળતાં જ કડક કાર્યવાહી કરવામાં આવશે.
 
સોશિય મીડિયા પર રહેશે ચુસ્ત નજર 
મુખ્ય ચૂંટણી પ્રમુખ રાજીવ કુમારે કહ્યુ કે સોશિયલ મીડિયા પર નજર રહેશે. કોઈ પણ હાલમાં ફેક ન્યુઝ નહી ફેલાવવાની ભલામણ 
 
 કોઈપણ સંજોગોમાં મની પાવરનો દુરુપયોગ નહીં: મુખ્ય ચૂંટણી કમિશનર
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે મની પાવરનો દુરુપયોગ કોઈપણ સંજોગોમાં થવા દેવામાં આવશે નહીં. સુરક્ષા કર્મચારીઓને આ અંગે કડક સૂચના આપવામાં આવી છે.
 
ચૂંટણી પંચ કોઈપણ પ્રકારની ભેટ આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરે છે
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, કોઈપણ પ્રકારની ભેટ આપવા પર સ્પષ્ટપણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

03:24 PM, 16th Mar
કુલ કેટલા પુરુષ અને સ્ત્રી મતદારો છે?
પુરૂષ મતદારો - 49.7 કરોડ
મહિલા મતદારો - 47.1 કરોડ
પ્રથમ વખત મતદારો - 1.8 કરોડ
85 વર્ષથી વધુ ઉંમરના મતદારો - 82 લાખ
18 થી 19 વર્ષની વયના સ્ત્રી મતદારો - 85.3 લાખ
 
મહિલા વોટરનો આંકડો વધ્યો, મુખ્ય ચૂંટણી આયોગ  
 
મુખ્ય ચૂંટણી પ્રમુખ રાજીવ કુમરે કહ્યુ કે મહિલા વોટરોનો રેસિયો વધ્યો, જે હવે 948 છે. દેશના 12 રાજ્ય એવા છે જ્યા મહિલા વોટર્સની સંખ્યા પુરૂષોથી વધુ છે. 
 

03:11 PM, 16th Mar
તારીખોની જાહેરાત સાથે જ દેશમાં આચારસંહિતા પણ લાગુ થઈ જશે, જે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી લાગુ રહેશે. ત્રણ મહત્ત્વની વાતો...
 
- નેતાઓ/ઉમેદવારો સરકારી ગાડી કે સરકારી બંગલાનો ઉપયોગ કરી શકતા નથી. કોઈપણ પ્રકારની સરકારી જાહેરાતો/ઉદઘાટન કરી શકાશે નહીં.
-  સાંસદો ફંડમાંથી નવું ભંડોળ બહાર પાડી શકતા નથી. સરકારી ખર્ચે જાહેરાત આપી શકાતી નથી. અધિકારીઓ/કર્મચારીઓની બદલી/પોસ્ટિંગ પર પ્રતિબંધ રહે છે.
- કોઈપણ ઉમેદવાર કે પક્ષ ચૂંટણી પ્રચાર માટે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા અથવા અન્ય પૂજા સ્થાનો જેવા ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરી શકશે નહીં.

 
- આ વખતે 97 કરોડ મતદાતા વોટિંગ કરેગે 
- અમારા 10.5 લાખ મતદાન મથકો: મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે અમારી પાસે 10.5 લાખ મતદાન મથકો છે. અમે 400 થી વધુ વિધાનસભા ચૂંટણીઓ કરી છે. છેલ્લા એક વર્ષમાં 11 રાજ્યોમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી થઈ છે.
 
- 55 લાખ EVMથી મતદાન થશેઃ મુખ્ય ચૂંટણી કમિશનર
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે 55 લાખ ઈવીએમથી વોટ નાખવામાં આવશે.
 
- 97 કરોડ નોંધાયેલા મતદારો છેઃ મુખ્ય ચૂંટણી કમિશનર
 
- આ વખતે 97 કરોડ મતદાતા વોટિંગ કરેગે 

સંબંધિત સમાચાર

Next Article