લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2019)ના ત્રીજા ચરણ (Third Phase) નુ મતદાન ચાલુ છે. આ ચરણમાં પીએમ મોદી (PM Modi)એ ગુજરાતના અમદાવાદમાં પોલિંગ બૂથ પર વોટ નાખ્યો. મતદાઅન પછી પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે એક બાજુ આતંકવાદનુ શસ્ત્ર આઈડી હોય છે અને લોકતંત્રનુ શસ્ત્ર વોટર આઈડી હોય છે. વોટર આઈડીની તાકત આઈઈડી થી પણ અનેક ગણી વધુ છે. વધુમાં વધુ વોટ નાખો.
પીએમ મોદીએ કહ્યુ કે આજે આખા દેશમાં ત્રીજા ચરણનુ મતદાન થઈ રહ્યુ છે. મારુ આ સૌભાગ્ય છે કે મને પણ આજે મારુ કર્તવ્ય નિભાવવાનુ, વોટ આપીને આ મહાન લોકતંત્રના પર્વમાં સક્રિય ભાગીદારી કરવાની તક મળી.
તેમણે કહ્યુ કે જેમ કુંભના મેળામાં સ્નાન કરીને એક પવિત્રતાનો આનંદ આવે છે એવી જ રીતે લોકતંત્રના મહાન પર્વમાં મતદાન કરીને એ પવિત્રતાની અનુભૂતિ કરુ છુ. હુ દેશના બધા નાગરિકોને આગ્રહ કરીશ કે આ લોકતંત્રના પર્વમાં હાલ જ્યા જ્યા મતદાન બાકી છે, પૂરા ઉત્સાહ અને ઉમંગથી મતદાન કરો.
વોટ નાખતા પહેલા લીધો માતાનો આશીર્વાદ
પીએમ મોદીએ વોટ નાખતા પહેલા ગાંધીનગરમાં મા સાથે મુલાકાત કરી. તેમણે માતાનો આશીર્વાદ લીધો. આશીર્વાદ સાથે જ પીએમ મોદીની માતાએ તેમને કશુ ખવડાવ્યુ પણ જ્યારબાદ તેમણે પણ માતાને ખવડાવ્યુ. ન્યૂઝ એજંસીના વીડિયો મુજબ પીએમ મોદીને ખવડાવ્યા પછી તેમની માતાએ તેમને મોઢુ લૂછવા માટે રૂમાલ આપ્યો. આ ઉપરાંત પીએમના માથા પર હાથ મુકીને તેમને આશીર્વાદ આપ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની માતાના પગે પડીને તેમના આશીર્વાદ પણ લીધા.